Cli
આ છે વિસનગર નું પ્રખ્યાત ખમણ, એક સમયે ખમણ ખાઈને સૂઈ જતા, આજે છે ખુબ ફેમસ...

આ છે વિસનગર નું પ્રખ્યાત ખમણ, એક સમયે ખમણ ખાઈને સૂઈ જતા, આજે છે ખુબ ફેમસ…

Breaking

મહેસાણા નું વિસનગર શહેર તામ્ર નગરી અને શિક્ષણ નગરી તરીકે ઓળખાય છે પરંતુ જ્યારે ખાણીપીળીની વાત આવે છે ત્યારે સૌથી પહેલા નામ આવે છે પ્રકાશ ખમણનુ અને આ પ્રકાશ ખમણની ફેમસ દુકાનની શરુઆત સાલ 1974 માં બચુભાઈ સુખડીયા એ કરી હતી જે નાની દુકાન આજે વટ વૃક્ષ બની આજે પરિવારના સભ્યો.

આજે પ્રકાશ ખમણની બે શાખા ચલાવી રહ્યા છે પ્રકાશ ખમણ મહેસાણા જિલ્લામાં ખૂબ જ લોકપ્રિયતા ધરાવે છે પ્રકાશ ખમણ હાઉસના માલિક નિરવ સુખડિયા પ્રકાશ ખમણ હાઉસ ની શરૂઆત કેવી રીતે થઈ એ વિશે જણાવતા કહે છે કે પ્રકાશ ખમણ બનાવવામાં સૌથી મોટો ફાળો અમારા બા પ્રભા બા નો રહ્યો છે ત્યારબાદ અમારા.

દાદા બચુભાઈ સુખડિયા જેમણે 35 વર્ષ સતત મીઠાઈ ફરસાણની અંદર નોકરી કરી પોતે અભ્યાસમાં પણ ખૂબ જ હોશિયાર હતા અને જેમને ધોરણ સાતમાં ગાયકવાડ સરકારમાં ડિગ્રી મળી હતી અને તેમને શિક્ષકની નોકરી મળતી હોવા છતાં પણ અમારા બા પ્રભાબા જેમને દાદાને પ્રેરણા રૂપે જણાવ્યું કે આપણે કંઈક એવો ધંધો કરીએ.

કે તે ધંધાથી આપણો પરિવાર સચવાય પ્રભાબાએ 200 ગ્રામ લોટથી જે ખમણ બનાવી આપ્યા હતા એ ખમણ થી બચુભાઈએ ખમણ વેચવાની શરૂઆત કરી નિરવ સુખડિયા એ મિડીયા સાથેની વાતચીતમાં જણાવ્યું કે ધંધાની શરૂઆતમાં ખૂબ જ તકલીફો પડી હતી જ્યારે ખમણ વેચવાની શરૂઆત બચુભાઈએ કરી હતી.

એ સમયે જ્યારે ખમણ દુકાને વેચાતું નહીં માત્ર 250 થી 500 ગ્રામ ખમણ વેચવા જતાં એ છતાં પણ દુકાને ના વેચાતા એ જ ખમણ ઘરે લાવી અને ભોજન રૂપે ખમણ ખાઈ અને સૂઈ જતા હતા નિરવ સુખડિયા જણાવ્યું હતું કે પ્રકાશ ખમણ ના ફેમસ થવાનું કારણ ગ્રાહકોનો પ્રેમ અને વડીલોના આશીર્વાદ છે પ્રકાશ ખમણ ની રેસીપી.

જણાવતા તેમના કહ્યું હતું કે ચણાનો લોટ ખાંડ મીઠું લીંબુ ના ફૂલ અને ખાવાનો સોડા જેવી સામગ્રીનો ઉપયોગ કરીએ છીએ અને તેનુ ખીરું બનાવી સ્ટીન મસીન માં ત્રીસ મિનિટ સુધી રાખી ખમણ ને ઠંડા કરીને તેને વઘારીને અને અલગ અલગ વેરાયટી સાથે વેચાણ કરીએ છીએ તાજેતરમાં પ્રકાસ ખમણની આ દુકાન માં તેઓ.

ખમણની સાથે રસવાળા પાત્રા વઘારેલા પાત્રા જલેબી લીલવા કચોરી ચાઈનીઝ સમોસા પંજાબી સમોસા નવતર સમોસા જેવી 50થી વધારે વેરાઈટી ની વેચાણ થાય છે આજે પ્રકાશ ખમણની આ દુકાન વિસનગર શહેરમાં ખૂબ જ ફેમસ છે મહેસાણા અંતરિયાળ ગામડાઓમાંથી લોકો મોટી સંખ્યામાં અહીંયા ખમણ ખાવા માટે આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *