દેશભરમાં પ્રજાસત્તાક દિનની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી સ્કુલોમાં દેશભક્તિ ના કાર્યક્રમો અને ધ્વજ વંદનના પ્રોગ્રામ કરવામાં આવ્યા હતા એ વચ્ચે ગુજરાત માં સૌરાષ્ટ્ર વિસ્તારમાં લોકસેવાના કાર્યો કરનાર ફેમસ કોમેડિયન કલાકાર ખજુર ભાઈ ઉર્ફે નિતીન જાની પોતાની ટીમ સાથે તાપી જિલ્લાના.
ગુજરાતના છેવાડાના ગામ બાલમપા માં જે ગામ મહારાષ્ટ્ર ની બોર્ડર પર આવેલુ છે ત્યા એક ગરીબ પરીવાર ત્રણ દિકરીઓ માનસિક અસ્વસ્થ છે અને તેમનું ભરણપોષણ જેમ તેમ કરીને સીતા બહેન નામના વૃદ્ધ માજી કરી રહ્યા છે તેમનું ખંડેર હાલતમાં પડેલું મકાન નવું બનાવવા માટે ખજૂર ભાઈ છેલ્લા ત્રણ દિવસોથી રોકાયેલા છે.
ખજૂર ભાઈએ પોતાની ટીમ સાથે આટલી કડકડતી ઠંડીમાં ગામડામાં તંબુ બાંધી ને જ્યાં સુધી મકાન બની ના જાય ત્યાં સુધી રહેવાનું નક્કી કર્યું છે નવાઈ ની વાત એ છે કે ગામલોકો એ ત્રણેય દિકરીને ભુત પ્રેતનો વાસ હોય એમ સમજી ને ખજુર ભાઈ ને આ મકાન બનાવવાના કામમાં સપોર્ટ પણ નથી કરતા કે ખજુર ભાઈ ની.
ટીમ ને રહેવા માટે સ્થાન પણ આપતા નથી ખજુર ભાઈ તંબુ બાંધી ખુલ્લા આશમાનની નીચે લોકોને પ્રજાસત્તાક દિનની શુભેચ્છા આપી હતી અને જણાવ્યું હતું કે હું આ કાર્ય ના કારણે કોઈ દેશભક્તિ ના સાંસ્કૃતિક કાર્યક્રમ માં ભાગ લઈ શક્યો નથી આ ત્રણે દિકરીઓનુ જીવન સુધરી જાય એ જ અપેક્ષા છે ખજૂર ભાઈ પોતાના કોમેડી અભિનય કેરિયરની સાથે ઘણા બધા.
ગરીબ નિરાધાર બેસહારા લોકોને મદદરૂપ બને છે તેમને આજ સુધી 250 થી વધારે નિરાધાર લોકોને મકાન બનાવી આપ્યા છે ઘણા બધા અનાથ બાળકો ને તમામ પ્રકારની મદદ કરી છે ખજુર ભાઈ નિસ્વાર્થ ભાવે લોકસેવાના કાર્યો માં કાર્યરત રહે છે તેમની આ કામગીરી લોકોએ ખુબ પસંદ કરી હતી અને આ કાર્યને જ રાષ્ટ્રીય સેવા જણાવી હતી.