ગુજરાતના લોક ગાયક કિર્તીદાન ગઢવીએ પોતાની આગવી ગાયિકીના લીધે જાણીતા છે એમનું 2015 માં આવેલ ગીત મેરી લાડલી રે ગુજરાત તથા સમગ્ર વિશ્વમાં સારી નામના મેળવી હતી જે ગીતને યુટુબમાં લાખોમાં વ્યુ મળ્યા હતા કિર્તીદાન ગઢવી રિયલ લાઈફમાં પણ લાડલીઓની ચિંતા કરે છે.
કિર્તીદાન ગઢવી ઘણા સમયથી અત્યારે અમેરિકાના પ્રવાશે છે ત્યાં મિત્રો સાથે બેસીને ચર્ચામાં એક પ્રોજેક્ટ બનાવ્યો તેમાં ગુજરાતની ગરીબ પરિવારની જરૂરિયાતમંદ દીકરીઓ માટે ભંડોળ એકઠું કરવાનો નિર્ણય કર્યો અહીં લાડલી નામનો પ્રોજેક્ટ લોંચ કરીને અંદાજે 2 કરોડ જેટલા એકઠા કર્યા છે.
એકઠા થયેલા 2 કરોડ જેટલા ગુજરાતની દીકરો માટે વાપરવામાં આવશે કિર્તીદાનના મિત્ર અમીદભાઈ પાઠક સાથે મળીને આ પ્રોજેક્ટ ચલાવ્યો હતો એમના લાઈવ પ્રોગ્રામના પણ ગુજરાતની દીકરિયો માટે વાપરવામાં આવશે અહીં નિક પટેલ નામના વ્યક્તિએ પણ ચાલુ ડાયરામાં 21 લાખ દીકરીઓ માટે આપ્યા હતા જેમને ગડગડાટ તાળીઓથી વધાવી લીધા હતા.
કિર્તીદાન ગઢવી આમ પણ પોતાની ગાયિકી સાથે સેવા માટે પણ જાણીતા છે એમનું ગીત મેરી લાડકી ઉપર પણ ઘણા એવોર્ડ મળી ચુક્યા છે કિર્તીદાને જણાવ્યું હતું કે અમેરિકામાં વસતા દરેક ગુજરાતી ડોનરનો એક એકે રૂપિયો ગુજરાતની જરૂરિયાતમંદ બાળકીઓના હિત માટે વાપરવામાં આવશે.