ખરેખર આ માસુમ બાળકને જોઈને દયા આવી જાય એ નાના બાળકને આજે કોઈ તરસોળીને જતું રહ્યું હતું આ અંદાજે દોઢ વર્ષનું બાળકને ગયા રાત્રે કોઈ અજાણ્યું વ્યક્તિ ગાંધીનગરના પેથાપુરમાં આવેલી ગૌશાળાની બહાર મૂકીને જતું રહ્યું હતું આ બનાવ બનતા ગાંધીનગર પોલીશમાં તપાસનો દોર ચાલુ થઈ ગયો હતો અને પોલીસે તપાસ માટે અલગ અલગ ટિમો બનાવીં દીધી હતી.
પેથાપુર ગૌશાળા ભાર અજાણ્યા કોઈ શકશો આ બાળકને દરવાજાની ભહાર મૂકીને નાસી ગયું હતું ત્યારે ગાંધીનગર પોલીસે આ બાળકનો માલીક કોણ છે એની તપાસ કરવા માટે શહેરના તમામ સીસીટીવી ચેક કરવાનું ચાલુ કરી દીધું હતું જ્યારે આ બાળક શુક્રવારના નવ વાગ્યાના સમયમાં બાળક રડવાનો અવાજ સાંભળતા પેથાપુર ગૌશાળાના સેવક દોડીને ગયા હતા અને બાળકને જોઈને ચોકી ઉઠ્યા હતા.
ગૌશાળાનું સીસીટીવી ચેક કરતા એક શખ્સ બાળકને છોડીને જતા નજરે પડ્યો હતો આ બાળકના વાલીને શોધવા માટે ગાંધીનગર પોલીસે અલગ અલગ ટિમો બનાવીને કામે લાગી ગઈ હતી જ્યારે રાજ્યમાં ખોવાયેલ બાળકોની માહિતી એકઠી કરવા માટે બે ટિમો કામે લાગી ગઈ હતી પરંતુ મળતી માહિતી મુજબ આ બાળકના પિતાની ઓળખ થઈછે બાળકના પિતાનું નામ સચિન દીક્ષિત હોવાનું બહાર આવ્યું છે જે સફેદ સેન્ટ્રો કારના આધારે ઓળખ થઈ હતી.