Cli
this gujarat boy made 1700 karod company

માત્ર ૧૯ વર્ષની ઉમ્મરે ભાવનગરનો આ યુવાન 4 જ વર્ષમાં બન્યો ૧૭૦૦ કરોડનો માલિક જાણો કેવી રીતે…

Story

કહેવાય છે કે વિચારોને યોગ્ય દિશા આપવામાં આવે તો તે કોઈપણ વ્યક્તિનું જીવન બદલી શકે છે.તમે એવા ઘણા વ્યક્તિ જોયા હશે જેમનો અભ્યાસ ખૂબ જ ઓછો હોય તેમ છતાં તે માત્ર એક વિચારને લીધે સફળતાના શિખર ચડી જતા હોય છે.
આજના આ લેખમાં અમે આવા જ એક વ્યક્તિ વિશે વાત કરવાના છીએ. એક એવો વ્યક્તિ જેણે સાબિત કરી બતાવ્યું કે સફળતા ઉંમરની મહોતાજ નથી હોતી. કોઈપણ ઉંમરનો વ્યક્તિ મગજમાં આવતા વિચારોને જો યોગ્ય દિશા આપે તો તે નાની ઉંમરમાં પણ સફળતા મેળવી શકે છે.

આ વ્યક્તિનું નામ છે શાશ્વત નાકરાણી.શાશ્વત નાકરાણી ભાવનગરનો રહેવાસી છે.તેના પિતા એક શિક્ષક છે. પરંતુ કહેવાય છે ને દરેક વ્યક્તિ પોતાનું અલગ નસીબ લઈને આવે છે. સામાન્ય રીતે શિક્ષક નો દીકરો શિક્ષક અથવા ડોકટર બનવાનો વિચાર કરતો હોય છે. પરંતુ શાશ્વતને હમેશા બિઝનેસ ના વિચાર જ આવતા હતા.

હાલમાં ૧૯ વર્ષના શાશ્વતે પિતાની શાળામાં અભ્યાસ કર્યા બાદ ટેક્સટાઇલ ટેકનોલોજીમાં ગ્રેજ્યુએશન કર્યું. પરંતુ તેની જ્ઞાનની ભૂખ હજુ સંતોષાઈ ન હતી.તેથી તેને IIT દિલ્હીમાં એડમિશન લીધું હતું.આટલી સારી કોલેજમાં એડમીશન મળવા છતાં એના મનમાં કોઈ ખૂણામાં અસંતોષ હતો. શું ખૂટે છે તે તેને સમજાતું ન હતું. અનેક વિચાર બાદ તેને બુકમાય હેરકટ ડોટકોમ સ્ટાર્ટઅપની શરૂઆત કરી હતી. આ વિચાર બાદ તેને વધુ એક વિચાર આવ્યો જે વિચાર હતો પેમેન્ટ વિશે. તેને સમજાયું કે પેમેન્ટ ચૂકવવામાં હજુ લોકોને તકલીફ પડી રહી છે. લોકો અન્ય એપનો ઉપયોગ કરતા ડરે છે. આ વિચારના પગલે તેને એક પેમેન્ટ એપ વિકસાવી. આ એપ નું નામ છે, ભારતેપે શાશ્વત આ એપનો કો-ફાઉન્ડર છે. જણાવી દઈએ કે આ ૧૯ વર્ષીય યુવાનની કંપની QR કોડ લોંચ કરનારી ભારતની પહેલી કંપની હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *