Cli
હવે પોપટલાલ ના ઢોલ પાક્કા વાગશે, ગોકૂલધામ સોસાયટી માં આવશે સજીને આ દુલ્હન....

હવે પોપટલાલ ના ઢોલ પાક્કા વાગશે, ગોકૂલધામ સોસાયટી માં આવશે સજીને આ દુલ્હન….

Bollywood/Entertainment Breaking

લોકપ્રિય ટીવી શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા દર્શકો ખૂબ જ પસંદ કરે છે ટીઆરપી લિસ્ટમાં સૌથી પ્રથમ ક્રમે રહેતો આ ફેમશ શો આજે ઘર ઘરમાં પોતાની આગવી ઓળખ અને લોકપ્રિયતા ધરાવે છે દર્શકો શો ના દરેક પાત્રોને ખૂબ જ પસંદ કરે છે તારક મહેતા શો માં ગોલ્ડન ક્રો એવોર્ડ વિનર વરિષ્ઠ યુવા પત્રકાર પોપટલાલ હંમેશા પોતાના.

લગ્ન માટે ઉત્સાહિત રહે છે તેઓ પોતાના લગ્ન માટે હંમેશા તલ પાપડ થઈને છોકરીઓને જોતા જ લાલચોર થઈ જાય છે પોપટલાલ ના જીવનમાં ઘણી બધી છોકરીઓ આવી તેમના લગ્નની વાત પણ ઘણીવાર ચાલી ઘણીવાર પોપટલાલ સજી ધજી ને પરણવા પણ તૈયાર હતા અને મોકાના સમયે જ તેમના લગ્ન રોકાઈ જતા.

તેમની દુલ્હનને બીજો કોઈ લઈ જતો અને પોપટલાલ એકલા જ રહી જતા દર્શકો આ સ્ટોરી જોઈને કંટાળી ગયા છે હવે શો મેકર પણ કહાની ને નવો વણાકં આપવા માંગે છે તારક મહેતા શો માં પોપટલાલની ધર્મપત્ની નું પાત્ર શો મેકર ઉમેરવા માગે છે હવે પોપટલાલ ના લગ્ન ની તૈતારીઓ થઈ ચુકી છે.

તારક મહેતા શો માં એક નવો વણાકં દેખાય છે શો માં આગળની કહાની દેખાડવામાં આવી રહી છે જેમા પોપટલાલ ના જીવનમાં વિણા નામની છોકરી હવે આવી શકે છે શો માં ના આત્માં રામ તુકારામ ભીડે ના ઘેર બે મહેમાન આવે છે અને તે મહેમાનો ભીડે ને જણાવી રહ્યા છે કે અમારી દીકરી વીણા મોટી થઈ ગઈ છે.

તેને હવે એના લગ્ન કરવાના છે જો તમારા ધ્યાનમાં કોઈ પણ છોકરો હોય તો જણાવજો આ સમયે તેઓ જણાવી રહ્યા છે કે છોકરો મરાઠી ના હોય તો પણ અમે લગ્ન કરવા માટે તૈયાર છીએ જ્યારે ભીડે તેના સંબંધીઓ સાથે વાત કરી રહ્યા હોય છે આ સમયે પોપટલાલ બારણા પર ઉભા રહીને આ તમામ ઘટનાને જોઈ રહ્યા છે અને સાંભળી રહ્યા છે પોપટલાલ ખૂબ જ ખુશ જોવા મળી રહ્યા છે.

વિણા નામની છોકરી હવે પોપટલાલની જિંદગીમાં ટૂંક સમયમાં આવી રહી છે જે ભિડે ના સંબંધીના પરિવારની હોય એવું સામે આવ્યું છે કહાની હવે પોપટલાલ ના લગ્ન તરફ આગળ વધી રહી છે જે જોઈને દર્શકો ખૂબ જ ખુશ થયા છે ગોકુલધામ સોસાયટીમાં હવે લગ્નના ઢોલ વાગ્યા જઈ રહ્યા છે પોપટલાલ ડીજે પર ચડીને ફટાકડા ફોડશે અને નવી દુલ્હન ગોકુલધામ સોસાયટીમાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *