આજના સ્વાર્થભર્યા યુગમાં ભાઈને ભાઈ માટે પણ સમય નથી મળતો એવું આપણે વારંવાર જોતા અને સાંભળતા હોઈએ છીએ પણ કહેવાય છે ને માણસોની દુનિયામાં માણસાઈ તો રહેવાની જ.આજના સ્વાર્થના યુગમાં પણ આ દુનિયામાં કેટલાક એવા લોકો છે જે નાની ઉંમરે પરિવારની સેવા સાથે અન્ય લોકોની પણ સેવા કરતા હોય છે.
આવા જ એક સેવાભાવી વ્યક્તિ છે પોપટભાઈ આહીર.પોપટ ભાઈ ફાઉન્ડેશન નામે સંસ્થા ચલાવતા આ યુવાનનું નામ આજે કોઈથી અજાણ્યું નથી તેમને ન માત્ર લોકોને કરિયાણું અને રોજગાર પૂરા પાડ્યા છે પરંતુ કેટલાય માનસિક બીમાર લોકોને તેમના પરિવારથી મળાવ્યા છે.
હાલમાં આ જ પોપટભાઈનો વધુ એક વીડિયો સામે આવ્યો છે જેમાં તે ફરી એક માનસિક બીમાર યુવાનને પરિવાર સાથે મેળવવા પ્રયત્ન કરી રહ્યા છે.આ વીડિયો સુરતના ડિંડોલી વિસ્તારનો છે જ્યા પાછલા ઘણા સમયથી એક યુવાન રઝળતી જિંદગી જીવી રહ્યો છે.
આસપાસના લોકો દ્વારા પોપટભાઈને આ અંગે જાણ કરાતા તેમની ટીમ આ યુવાનને બચાવવા પહોંચી હતી વીડિયોમાં તમે જોઈ શકો છો કે લગભગ ૨૦ વર્ષનો લાગતો આ યુવાન પોતાનું નામ હર્ષદ જણાવી રહ્યો છે.તેનું કહેવું છે કે તે બનારસનો રહેવાસી છે અને સુરતમાં ફળનો ધંધો કરતો હતો.
જે બાદ યુવાનને સુરતના માનવસેવા આશ્રમમાં લઈ જઈ તેને નહવડાવી ,સાફ કપડા પહેરાવવા આવે છે.તમે વીડિયોમાં જોઈ શકો છો કે રસ્તા પર રઝળતા અને માનવસેવા આશ્રમમાં પોપટભાઈ સાથે વાત કરી રહેલા યુવાન વચ્ચે કેટલો ફરક છે.યુવાન કેટલો ખુશ જોવા મળી રહ્યો છે.