બિહારથી એકે અનોખો મામલો સામે આવ્યો છે એક છોકરો તેના મૃત્યુના 5 વર્ષ પછી પાછો આવ્યો હોવાના સમાચાર પર આસપાસના ગામોના લોકો મંગળવારે છાપરા ગામ પહોંચ્યા હતા ફિલ્મ જેવી આ વાત બિહારના તરૈયા પોલીસ સ્ટેશન વિસ્તારના ફેનહરા ગામની છે અહીંના ગ્રામજનોના જણાવ્યા અનુસાર ગામના.
હરેન્દ્ર મહતોના 6 વર્ષના પુત્ર ક્રિષ્નાનું મૃત્યુ થયું હતું તેના મૃત્યુ બાદ તેનો મૃતદેહ નજીકમાં પસાર થતી ભાલુઆ નદીમાં ફેંકી દેવામાં આવ્યો હતો પરંતુ બાળકની માતા સુનીતા દેવીએ જણાવતા કહ્યું કે એમનો પુત્ર ઇસુપુર ગામમાં ભટકતો હતો તેની જાણ સુનિતા દેવીના સંબંધીઓને થઇ હતી તેના બાદ સુનિતા તથા એમના પરિવારજનો.
ત્યાં પહોંચ્યા હતા અને પુત્રને લઈ આવ્યા હતા 6 વર્ષની ઉંમરે સુનીતાના પુત્રને સા!પે ડંખ માર્યો હતો ત્યારે પરિવારના સભ્યોએ તેને કેળાની ડાળી સાથે બાંધીને નદીમાં ફેંકી દીધો હતો પરંતુ 5 વર્ષ બાદ બાજુના ગામમાં એક અસ્થિર યુવકની વાત મળતા સુનિતા ઓળખી ગઈ હતી કે પુત્ર તેનો છે માતાનો દાવો છેકે તેના શરીર પરના
નિશાન તેના પુત્રને પણ હતા અને આ તેનો જ પુત્ર છે પુત્ર અત્યારે માનસિક રીતે કમજોર છે હવે સુનિતા દેવીએ મીડિયાથી વાત કરતા જણાવ્યું કે તેના પુત્ર કૃષ્ણને મૃત સમજીને નદીમાં ફેંકી દીધો હતો કૃષ્ણના ચહેરા પર મસો હતો અને આને પણ છે કૃષ્ણની દાઢી નીચે કપાયેલ નિશાન હતા એ પણ આ બાળકમાં છે પરંતુ અહીં.
ગામના કેટલાક લોકોનું કહેવું છેકે બાળક માનસિક રીતેમ કમજોર છે અને ક્યાંકથી ભટકીને અહીં પહોંચ્યુંછે આ મહિલા અંધવિશ્વાસના કારણે તેને પોતાનું બાળક માની રહી છે ફિઝિશિયન ડૉ રાણા એસપીસિંહના જણાવ્યા મુજબ આ મહિલાનો પુત્ર છેકે નહીં તે DNA ટેસ્ટ પછી ખબર પડશે અત્યારે આ વાત આજુબાજુના ગામોમાં ચર્ચાનો વિષય બની છે.