Cli

સુરતમાં ડાયમંડ ફેક્ટરીનો માલિક જ ચોર? 32 કરોડના હીરાની કહાનીમાં છુપાયેલુ સત્ય સામે આવ્યું!

Uncategorized

સુરતના કાપોદરા વિસ્તારમાં આવેલી ડીકે એન્ડ સન્સ નામની જે ડાયમંડ ફેક્ટરી છે તેમાં રૂપિયા 32 કરોડના ડાયમંડની ચોરી થયા હોવાની ફરિયાદ નોંધાતા સુરત પોલીસ દોડતી થઈ હતી પરંતુ પહેલેથી જ જે તમામ જે ગતિવિધિઓ છે તે પોલીસને શંકાસ્પદ લાગી હતી પોલીસે અલગ અલગ ટીમો બનાવી હતી.

80 જેટલા જે પોલીસ કર્મચારીઓ છે તેમને 350 થી વધુ જે સીસીટીવી કેમેરા છે તેની તપાસ હાથ ધરી હતી. એક જે સીસીટીવી કેમેરાના જે ફૂટેજ છે તેમાં ખાસ કરીને જે રિક્ષા છે તે રિક્ષામાં જે ફરિયાદી છે તે ફરિયાદીનો મોટો દીકરો પોલીસે દેખા હતા જેને કારણે મોટા દીકરાને પોલીસે ડિટેન કર્યો હતો અને ત્યારબાદ તેની કડક પૂછપરચ હાથ ધરી હતી.

ત્યારબાદ જે આ દીકરો છે તે પડી ભાંગ્યો હતો અને તેણે જ આ ચોરીનું જે તરખત છે તે રચ્યું હોવાનું સામે આવ્યું હતું તેને પોતાના પિતા ડ્રાઇવર અને અન્ય બે વ્યક્તિઓ સાથે આ સમગ્ર જે ચોરી છે તે ચોરીને અંજામ આપી હોવાનું સામે આવ્યું છે આ આરોપીઓ જે સહ આરોપી છે તેમને 10 લાખનો કરાર કર્યો હતો.

5 લાખ રૂપિયાની રકમ પહેલા આપી દેવામાં આવી હતી અને ચોરી થયા બાદજ અન્ય 5 લાખની જે રકમ છે તે આપવાનું નક્કી કરવામાં આવ્યું હતું. હાલ ક્રાઈમ બ્રાંચની જે ટીમ છે તે ટીમ દીકરા અને બાપની બંનેની પૂચપરજ હાથ ધરવામાં આવી છે.

અને હાલ તો મહત્વપૂર્ણ સમાચાર સુરતથી સામે આવી રહ્યા છે સુરતમાં 32 કરોડની ચોરીનો ભેદ ઉકેલાઈ ગયો છે જી હા ચોરીના કેસમાં ફરિયાદી જ આરોપી નીકળ્યો છે હીરાની કોઈ ચોરી નથી થઈ પાંચ લોકોને ચોરીનું નાટક કરવા માટે રાખ્યા હતા ચોરી માટે 10 લાખનો કરાર કરાયો હતો.

આ ચોરીના નાટક બાદ 5 લાખ ચૂકવાયા 5 લાખ બાકી છે કાપોદરા પોલીસે અને ક્રાઈમ બ્રાંચી ગુનાનો પરદાફાશ કર્યો છે ફરિયાદી જ આ સમગ્ર મામલામાં આરોપી નીકળ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *