બૉલીવુડ એક્ટર આર માધવનના પુત્ર વેદાંત અત્યારે દરેક બાજુ છવાયેલ છે વેદાંત પહેલા એવા સ્ટારકિડ્સ છે જેમણે મેડલ જીતીને પુરા દેશનું નામ રોશન કરી દીધું ગયા દિવસોમાં વેદાંતે ડેનિસ ઓપનમાં પુરુષોની 800 મીટરની ફ્રી સ્ટાઇલિંગ સ્વિમિંગમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો હવે ગોલ્ડમેડલ જીત્યા બાદ વેદાંતે જે વાત કહી છે.
એ સીધા એમના પિતા આર માધવનના દિલને સ્પર્શી ગઈ છે વેદાંતે કહ્યું કે તેઓ ક્યારેય માત્ર આર માધવનના પુત્ર બનીને રહેવા નથી માંગતા વેદાંતે કહ્યું હું મારા માતા પિતાના પડછાયામાં રહેવા નતો માંગતો હું હંમેશા મારુ પોતાનું નામ બનાવવા માંગતો હતો મારા માતા પિતાજ મારુ ધ્યાન રાખેછે એ બંનેએ ખુબ મહેનત કરી છે.
એમને મારા માટે ઘણું ત્યાગ પણ કર્યું છે જેમાંથી એક દુબઈમાં શિફ્ટ થયું કો!રોના કાળના લીધે ગયા વર્ષે મુંબઈમાં બધા સ્વિમિંગ પુલને બંદ કરી દેવામાં આવ્યા હતા જેને લઈને આર માધવન પત્ની અને પુત્ર સાથે દુબઈમાં શિફ્ટ થઈ ગયા હતા કારણ વેદાંત પોતાની ઓલિમ્પિકની તૈયારી સારી રીતે કરી શકે.
વેદાંત ઇચ્છતા તો તેઓ બીજા સ્ટારકિડ્સની જેમ ફિલ્મોમાં લોન્ચ થઈ શકતા હતા પરત એમણે મહેનતનો રસ્તો પકડ્યો અને માં બાપ સાથે દેશનું નામ રોશન કર્યું વેદાંતનું માત્ર એક સપનું છે ઓલિમ્પિકમાં સ્વિમિંગ દ્વારા ભારતને ગોલ્ડ મેડલ જીતાડવો વેદાંતની મહેનત જોઈને આશા છેકે તેઓ દેશને સ્વિમિંગમાં મેડલ અપાવશે.