Cli

સાઉથ વાળા એ હવે આલિયા ભટ્ટ અને અજય દેવગણને આપ્યો મોટો ઝટકો…

Bollywood/Entertainment Breaking

સાઉથ અને બૉલીવુડની લડાઈ હવે ખુલીને આમને સામને આવી ગઈ છે ભાષાને લઈને કિચા સુદીપ અને અજય દેવગણ વચ્ચે થયેલ વિવાદથી એક તણખું લાગ્યું અને હવે એજ તણખે આગનું રૂપ લઈ લીધું છે એસએસ રાજા મૌલીની ફિલ્મ RRR ના નવા ટ્રેલરથી આલિયા ભટ્ટ અને અજય દેવગણનું નામ હટાવી દેવામાં આવ્યું છે.

ત્રિપલ આરમાં જુનીયર એનટીઆર રામચરણ સાથે આલિયા ભટ્ટ અને અજય દેવગણે પણ કામ કર્યું હતું આમ તો આલિયા અને અજયનો ફિલ્મમાં રોલ નાનો હતો પરંતુ તેમ છતાં આ બંને ફિલ્મના પ્રમોશનમાં ખુબ જોવા મળ્યા હતા ગયા દિવસોમાં જયારે ત્રિપલ આરનું ટ્રેલર તેલુગુ મલયાલમ હિન્દી અને કન્નડ ભાષામાં રિલીઝ કરવામાં આવ્યું હતું.

ત્યારે તેમાં એનટીઆર અને રામચરણ સાથે સાથે આલિયા ભટ્ટનું નામ પણ ટાઈટલમાં સામેલ હતું અને આ ફિલ્મ ઓટિટિ પ્લેટફોર્મ ઝી ફાઈવ પર રિલીઝ થઈ રહી છે એટલે ઝી ફાઈવ પર તેનું નવું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું છે પરંતુ આ ટાઈલનના ટ્રેલરમાં અજય દેવગણ અને આલિયા ભટ્ટનું નામ ગાયબ કરી દેવામાં આવ્યું છે.

જયારે ટાઈટલમાં એનટીઆર રામચરણ સાથે સાથે એસએસ રાજા મૌલીનું પણ નામ લખવામાં આવ્યું છે બીજીબાજુ રાજા મૌલી મહેશ બાબુ સાથે ફિલ્મ બનાવી રહ્યા છે પહેલા કહેવામાં આવી રહ્યું હતું કે તેઓ એ ફિલ્મમાં બૉલીવુડ એક્ટરને લેશે પરંતુ આ વિવાદ બાદ ખબર આવી કે તેઓ પોતાની ફિલ્મમાં બોલીવુડની નહીં પરંતુ સાઉથની જ એક્ટર લેવાના છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *