કઠોર પરિશ્રમ કરીને કોઈપણ વસ્તુ પ્રાપ્ત કરી શકાય છે મહેનત ધગસ અને સંકલ્પ હોય તો કોઈપણ મુકામ પર પહોંચી શકાય છે પોતાની ગરીબ પરીસ્થીતી વચ્ચે પાટણ સરસ્વતી તાલુકાના અજુજા ગામના અશોકજી ઠાકોરે એક યુવાનો ને પ્રેરણાદાયી સંદેશ આપ્યો છે અશોકજી ઠાકોર નામના આ યુવકે ખેત મજૂર થી.
કંડકટર અને પોતાની નોકરી પર રહીને ગુજરાત પોલીસમાં પરીક્ષામાં સૌથી વધુ ટકા મેળવીને સમગ્ર ગુજરાતમાં પ્રથમ નંબરે પાસ થઈને પોતાના પરિવાર સમાજ અને પાટણ જિલ્લાનું નામ રોશન કર્યું છે પ્રાપ્ત માહિતી અનુસાર અશોકના પિતા શોભાજી ઠાકોર ગામ અજુજામાં કઠોર પરિશ્રમ મહેનત મજૂરી કરીને જીવન નિર્વાહ કરતા હતા.
પિતાના આ કામમાં સહભાગી બનીને સાથે અભ્યાસ પણ પોતાનો અશોકે ચાલુ રાખ્યો હતો માતા પિતા ના ગરીબી વચ્ચે ના જીવનથી અશોક એક મનમાં સંકલ્પ બનાવી બેઠો હતો અને પોતાની માંને વચન આપ્યું હતુંકે માં હું તમારા સ્વપ્ને જરુર પુરું કરીશ તને હું મજુરી કરવા દેવા નથી માગંતો એને અભ્યાસમા અવલ્લ નંબરે પાસ.
થઈને કન્ડકટર ની પરીક્ષા પાસ કરી પરંતુ એટલે એની મહેનત રોકાઈ નહીં એને ખાખી વર્દી નો શોખ હતો એને પોતાના સમાજની બદીઓ અને દુષણો ને રોકવા માટે પોલીસ બનવાનું સ્વપ્ન જોયું એ માટે એના કઠોર પરિશ્રમ ના ભાગરૂપે તે ગુજરાતમાં પોલીસની સ્પર્ધાત્મક પરીક્ષામાં પ્રથમ નંબરે ઉત્તીર્ણ થયો.
મિત્રો નવાઈની વાત એ છેકે અશોકજી એ કોઈપણ ક્લાસ જોઈન કર્યા વિના ઘરે જાતેજ મહેનત કરીને ગુજરાતમાં પ્રથમ ક્રમે પરીક્ષામાં ઉતીર્ણ થઈને આજે એક આગવો દાખલો બેસાડ્યો છે આજે ક્ષત્રિય ઠાકોર સમાજના સામાજિક સંગઠનો અને પરીવાર સમૈત લોકો પણ એના પર ગર્વ અનુભવી રહ્યા છે એના પિતાએ ભાઉક થઈને ગળે લગાડી લીધો.
અને હરખના આંશુ એ પોતાના દિકરાની મહેનત ને બિરદાવી આ દશ્ય ખુબ જ સંવેદનશીલ હતું જેને જોઈ લોકો પણ અશોકને ખુબ શાબાશી આપી રહ્યા હતા એને પોતાના સ્વપ્નને માતા પિતાની મજુરી વચ્ચે પોતાની મહેનત અને સંકલ્પ થી પ્રાપ્ત કર્યું વાચક મિત્રો અશોકજીની શખ્ત મહેનત માટે એક શેર તો બને છે.