ગુજરાતમાં છેલ્લા કેટલાય સમયથી ગુજરાતમાં પોપટભાઈ તથા એમની ટિમ સેવા કરી રહ્યા છે જેઓ પોપટભાઈ ફાઉન્ડેશન નામનું ટ્રસ્ટ પણ ચલાવે છે જેના દ્વારા ઘરવિહોણા લોકોની સેવાઓ કરે છે અત્યાર સુધી ઘણા લોકોની સેવા પોપટભાઈના ગ્રુપ દ્વારા કરરવામાં આવી છે દરરોજની જેમ આજે પણ પોપટભાઈ એક સેવાનું કામ કર્યું છે.
પોપટભાઈ સવારે સુરતમાં નીકળતા એમને રસ્તા ઉપર સુતા એક ભાઈ મળી આવ્યા હતા જેમને હાલત અત્યંત ગંભીર હતી જેમની પુછપરછમાં જાણવા મળ્યું હતું કે તેઓ છેલ્લા 10 વર્ષથી રોડ ઉપરજ સુઈ રહે છે અને એમની ઉમર પૂછતાં ઉંમર ફક્ત 24 વર્ષ હતી છતાં તેઓ એક વૃદ્ધની જેવા દેખાઈ રહ્યા હતા.
પોપટભાઈએ કરેલ વાતચીતમાં જાણવા મળ્યું કે ભાઈનું નામ જયેશભાઈ છે અને એમણે છેલ્લા 15 દિવસથી કઈ જમ્યું નથી એમનો પરિવાર પણ નંદનબાગમાં રહે છે તેવું જણાવ્યું હતું જેઓ 14 વર્ષની ઉંમરે ફૂટફાથ ઉપર આવવા મજબુર થઈ ગયા હતા પોપટભાઈ એમને પોતાની વાનમાં બેસાડીને લઈ ગયા હતા.
અહીં લાવીને જયેશભાઈને વાળ દાઢી કરીને સ્વસ્થ કરી દીધા હતા ત્યારબાદ સ્નાન કરાવીને નવા કપડાં પણ પહેરાવ્યા હતા પોપટભાઈએ જયેશભાઈની હાલત સારી ન હોવાથી સિવિલ હોસ્પિટલમાં સારવાર કરવા માટે મોકલ્યા હતા મિત્રો ખરેખર ધન્ય કહેવાય પોપટભાઈ અને એમની ટીમને જેઓ આટલી સેવા કરી રહ્યા છે.