ગુજરાતમાં મોરબી ખાતે બનેલી ઘટનાથી સમગ્ર દેશમાં દુઃખ વ્યક્ત કરવામાં આવી રહ્યું છે ગઈકાલે મોરબીમાં મચ્છુ નદી પર આવેલો ઝુલતોપુલ સાંજના સમયે અચાનક જ વચ્ચેથી તૂટી ગયો હતો પુલ પર રહેલા 400 થી વધારે લોકો મચ્છુ નદીમાં ગરકાવ થઈ ગયા હતા જેમાંથી 190 થી વધારે લોકોનો મૃ!ત્યુ થયા હતા આંકડો હજુ પણ વધી શકે તેમ છે.
બચાવ કામગીરી પૂરજોશથી હાથ કરી દેવામાં આવી હતી એનડીઆરએફ એસઆરપી અને ફાયર બ્રિગેડની ટીમો ઘટના સ્થળે પહોંચી ગઈ હતી આ ઘટના બનતા પહેલા નો એક વિડિયો સામે આવ્યો છે જેમાં મોરબીના ઝુલતા પુલ કેપેસિટી કરતાં વધારે લોકો દેખાઈ રહ્યા છે આ પુલ ઉપરની ક્ષમતા સો લોકોથી ઓછી છે પરંતુ આ પુલ પર 400 થી વધારે લોકો સવાર હોય તેવું દેખાઈ રહ્યું છે.
વીડિયોમાં દેખાયા મુજબ પુલ પર નાના નાના બાળકો પણ મોટી સંખ્યામાં સવાર હોય એવું લાગી રહ્યુંછે આ ઘટના ના પગલે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીએ ટ્વિટ કરીને જણાવ્યું હતું કે મુખ્યમંત્રી સાથે વાતચીત થઈ ગઈ છે અને બચાવ કામગીરી પૂરજો થી હાથ ધરવામાં આવી છે જ્યારે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે જાહેરાત કરી હતી કે ઘટનામાં મૃ!તક પરિવારજનોને.
બે લાખ સહાય અને બીજા ગ્રસ્ત લોકોને 50 હજાર ની સહાય આપવામાં આવશે સાથે સમગ્ર ઘટનાની તપાસ કરવામાં આવશે અને બચાવ ટીમો ઘટના સ્થળે મોટી સંખ્યામાં પહોંચી ગઈ છે બીજા ગ્રસ્ત લોકો માટે હોસ્પિટલમાં અલગ જ વોર્ડ બનાવીને સારવાર કરવામાં આવી રહી છે અને બને એટલા લોકોને બચાવવા મહેનત સરકાર કરી રહી છ આ ઘટનામાં અનેક પરિવારોમાં દુઃખની લાગણી પ્રસરી ગઈ છે.
મો!તનો માતમ ફેલાયો છે દેશભરમાંથી મૃતકોને શ્રદ્ધાંજલિ આપવા માં આવી રહી છે ઝુલતો પુલ પ્રાઈવેટ કંપની ના રીનોવેસન હેઠળ હતો જેમાં બે કરોડનો ખર્ચો કરવામાં આવ્યો હતો અને બેસતા વર્ષ ના દિવશે જ ખુલ્લો મુકાયો હતો જેના 5 દિવસોમાં જ આ ઘટના બનવાથી લોકો ખુબ જ ગુસ્સો પણ વ્યક્ત કરી રહ્યા છે.