અફઘાનિસ્તાનમાં ચાલી રહેલી સંકટની પ્રતિસ્થિતિ વચ્ચે પાડોસી દેશ પાકિસ્તાન થી અંદાજે 23 વર્ષ પછી મધ્યપ્રદેશના સાગર જિલ્લાના રહેવાસી એક શખ્સ પોતાના વતન પાછો ફર્યો છે ભારતીય સેનાએ સોમવારે સાંજે પ્રહલાદને મધ્યપ્રદેશ પોલીસને સોંપ્યો હતો 1998માં સાગર જિલ્લામાં રહેતા પ્રહલાદ જયારે 23 વર્ષના હતા ત્યારે તેઓ ખોવાઈ ગયા હતા.
પ્રહલાદની માનસિક સ્થિતિ ઠીક ન હતી વર્ષો સુધી પ્રહલાદ ઘરે પાછા ન ફરતા એટલે પરિવારે ઉમ્મીદ છોડી દીધી હતી પરંતુ અચાનક જયારે પોલીસની ટિમ પ્રહલાદની જાણકારી આપવા પહોંચી તો ઘરને ખુશીની લહેર છવાઈ ગઈ પોલીસે જણાવ્યું કે પ્રહલાદ પાકિસ્તાનની જેલમાં બંદ છે ઘરવાળા એકબાજુ તેની જાણકારી મળી ખુશી થઈ ગયા.
બીજી બાજુ જેલમાં બંદ સાંભળી ઘબરાઈ ગયા પરંતુ પરિવાર જનોએ તેને છોડાવવાની કોસીશ ચાલુ કરી અને એમને સફળતા મળી 20 સપ્ટેમ્બરે સાંજે પ્રહલાદને પાકિસ્તાનની સેનાએ ભારતની સેનાના હવાલે કર્યો પ્રહલાદ રાજપુત સોમવારે પાકિસ્તાનની જેલમાંથી છૂટીને સાંજે વાઘા અટારી બોર્ડર પર ભારતની સેનાને સોંપવામાં આવ્યો.
ત્યારબાદ જરૂરી કાર્યવાહી કરીને સેનાએ પ્રહલાદને સાગર જિલ્લાના ઇન્સ્પેક્ટર અરવિંદસિંહને અને તેમના ભાઈ વીરસિંહને સોંપ્યા પ્રહલાદ તેના સાથે બે થેલા લઈને હિન્દુસ્તાનમાં પોતાના વતન આવ્યો 23 વર્ષ બાદ પોતાના ભાઈને જોઈને આંખોમાંથી આશુ આવી ગયા હતા અને ભાઈને જેલમાંથી છૂટવા પર મધ્યપ્રદેશ સરકાર અને પોલીસ પ્રસાસનનો આભાર માન્યો.