સોશિયલ મીડિયા પર ઘણા બધા વિડીયો વાયરલ થતા રહે છે જેમાં ઘણા વિડીયો જોતા લોકો દંગ રહી ગાય જાય છે ઘણા લોકો પશુ પક્ષીઓને હેરાન કરતા જોવા મળે છે તેઓ માત્ર પોતાના સ્વાર્થ માટે નિર્દોષ પશુ પક્ષીઓ સાથે હેવાનિયત પરી હરકતો કરીને તેમને માત્ર પીડા દેતા જોવા મળે છે.
એવો જ એક વિડીયો સામે આવ્યો છે જેમાં એક વ્યકિતએ એક મરઘી ને ઝાડ પર પગ પર દોરી બાંધી ને અવળી લટકાવેલી હતી આ સમગ્ર ઘટના ઉત્તર પ્રદેશ ના બુલંદ શહેરમાંથી સામે આવી છે જેમાં એક મરઘીને તેના માલિકે એવી તાલીબાની સજા આપી કે લોકો એ વ્યક્તિ પર ખુબ ગુસ્સે થઈ ને.
આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે મરઘીના માલીકે મરઘીને ઈંડા ના દેવા પર તેને ઝાડ પર પગ પર દોરડુ બાધીને અવળી લટકાવી દિધી આ મરઘી આખી રાત ઝાડ પર ઉંધી લટકેલી રહી જ્યારે લોકોએ આ મરઘી ની આ હાલત જોઈ તો તેને છોડવા માટે તેના માલીકને જણાવ્યું જ્યારે આ વિશે માલિક સાથે વાત.
કરી ત્યારે માલિકે જણાવ્યું કે આ મરઘી બીજા મરઘાઓને હેરાન બહુ કરે છે અને ઈંડા પણ આપતી નથી એટલા માટે તેને મેં આ સજા આપી છે આ ઘટના નો વિડીઓ સોશિયલ મીડિયા પર સામે આવતા લોકો આ પક્ષી પર અત્યાચાર કરનારા વ્યક્તિ વિરુદ્ધ કાર્યવાહી કરવાની માગં કરી રહ્યા છે.