Cli

ચીન જાપાનમાં જોવા મળતી માછલી ઝારખંડ માંથી મળી આવી 8 ફૂટ લાંબી શરીર તોડવાની છે તાકાત…

Ajab-Gajab Breaking

ઝારખંડના ખૂંટી જિલ્લાના કંડેર ગામમાં યુવાઓએ એક વિચિત્ર માછલી પકડી છે માછલીની લંબાઈ લગભગ 8 ફૂટ અને વજન લગભગ 12 કિલો હતો મુંડારી ભાષામાં તેને બીંહડાં માછલી કહેવામાં આવે છે અહીં આ પ્રકારની માછલી પકડી છે તેની વાત વાયુવેગે આજુબાજુના ગામોમાં પ્રસરતા લોકો આ માછલી જોવા ઉમટી રહ્યા છે.

આ માછલીને પકડનાર જોસેફ કંડીરે જણાવ્યું કે એમના ગામના જંગલ કિનારે ગુગરી નામની નદી છે અહીં વર્ષોથી પાણી ભર્યું રહે છે પાણી પણ બહુ ઊંડું છે પાણી ક્યારેય સુકાતું નથી જોસેફના મુજબ આ પ્રકારની માછલીઓ જાપાન અને ચીનમાં જોવા મળે છે પરંતુ ઝારખંડના કેટલાક ભાગોમાં પણ જોવા મળે છે.

જોસેફે જયારે નદીમાં જાળ નાખી ત્યારે આ માછલી મળી આવી હતી તેને બે જણ પકડવાનો ટ્રાય કરતા હતા પરંતુ લપસી જતી હતી પછી તેને દંડાથી મોતને ઘાટ ઉતાર્યા બાદ ગામમાં લઈ આવ્યો હતો જેના કેટલાકે ફોટો અને વીડિયો સોસીયલ મીડિયામાં વાયરલ થયા છે ગામના લોકોનું કહેવું છેકે આ પ્રકારની માછલીઓ પહેલા પણ મળી આવેલી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *