Cli

પિતા હતા સફાઈ કામદાર પુત્ર બની ગયો સુપરસ્ટાર કંઈક આવી હતી સુનિલ શેટ્ટીની કહાની…

Bollywood/Entertainment

સુનિલ શેટ્ટી જેઓ 90ના દશકામાં દમદાર અભિનેતા રહી ચુક્યા છે 1992માં આવેલી બલવાન ફિલ્મથી બૉલીવુડ ઈન્ડસ્ટ્રીઝમાં પગ મૂકે છે ત્યારબાદ ઈન્ડસ્ટ્રીઝમાં અનેક હિટ ફિલ્મો આપી અને એકશન અભિનેતા તરીકે આગવી છાપ ઉભી કરી જેમનું અત્યારે બોલીવુડમાં સારું નામ છે.

પરંતુ ઓછા લોકો જાણતા હશે કે સુનિલ શેટીએ બોલીવુડમાં આવ્યા પહેલા બહુ સંઘર્ષ કરવો પડ્યો હતો એમના પિતાની વાત કરીએ તો તેઓ એક સમયે સફાઈ કામદર પણ રહી ચુક્યા છે એક શોમાં સુનિલ શેટીએ પિતા વીરપ્પા સેટીના સંઘર્ષની વાત કરી હતી એમણે કહ્યું એમના પિતાની જિંદગી ક્યારે આસાન રહી ન હતી.

સુનિલ શેટ્ટી જણાવતા કહે છે એમના પિતા 9 વર્ષની ઉંમરે ગામડું છોડીને મુંબઈ આવી ગયા હતા ત્યાં એમને સૌ પ્રથમ સફાઈ કામદારનું કામ મળ્યું હતું તેઓ એ સમયે મુંબઈની એક બિલ્ડિંગમાં સફાઈ કરતા હતા એમણે એ સમયે જે કામ હાથમાં આવ્યું તે તમામ કામ પિતા વીરપ્પા શેટ્ટીએ કર્યું હતું અને મને મોટો કર્યો.

આગળ જણાવતા સુનિલ શેટ્ટી કહે છે કોઈ મને કોઈ પૂછે કે મારો હીરો કોણ તો હું મારા પિતાને મારો હીરો બતાવું છું અહીં જે બિલ્ડિંગમાં પિતા સફાઈ કામ કરતા એજ બિલ્ડીંગ સુનિલ શેટીએ ખરીદીને પિતા ભેટ કરી છે પિતા શીખવ્યું હતું કે કઈ પણ કામ કરો એના ઉપર શરમ ક્યારેય ના અનુભવો દિલ લગાવીને કામ કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *