Cli

હોલીવુડની મશહૂર સિંગર રિહાનાના ઘરે ગુંજી ચીચીયારીઓ એક બાળકની માં બની જાણો પુત્ર છેકે પુત્રી ?

Bollywood/Entertainment Breaking

હોલીવુડ ઇન્ડસ્ટ્રીઝના પોપ્યુલર સિંગર રિહાના અને એમના બોયફ્રેન્ડ રોકીના ઘરમાં ચીચીયારીઓ ગુંજી ઉઠી છે રિહાના અને રોકી એક પુત્રના માતા પિતા બની ગયા છે મીડિયા રિપોર્ટ મુજબ રીહાનાએ 13 મેના રોજ એક પુત્રને જન્મ આપ્યો છે પરંતુ રિહાના અને રોકીએ આ વાત ઓફિસિયલ જાહેર નથી કરી.

ફેન્સ બંને કપલને શુભેછાઓ પાઠવી રહ્યું છે જયારે એક્ટર પ્રિયંકા ચોપડાએ પણ કપલને શુભેછાઓ પાઠવી છે પ્રિયંકા પોતાના ઇન્સ્ટાગ્રામ અકાઉંટમાં રીહાનાની બેબી બમ્પ સાથેની તસ્વીર શેર કરીને શુભેછાઓ પાઠવી છે રિપોર્ટમાં જાણવા મળ્યું છેકે રિહાના અને રોકી બંને કપલ પોતાના નવજાત બાળક સાથે ઘર પરજ છે.

જણાવી દઈએ રીહાનાએ આ વર્ષે જાન્યુઆરી 2022 માં ગુલાબી ડ્રેસ સાથેના બેબી બમ્પના ફોટોશૂટ સાથે પ્રેગન્સીનું એલાન કર્યું હતું તેના બાદ રિહાના બેબી બમ્પ સાથે અનેક તસ્વીર અને વિડિઓ સામે આવ્યા જેમાં બંને કપલ ખુબજ ખુશ જોવા મળ્યા પ્રેગન્સી સમયને રિહાના પણ ખુબજ એંજોય કરતા જોવા મળી હતી અમારી તરફથી પણ કપલને શુભેછાઓ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *