એકબાજુ ઉત્તરપ્રદેશની પોલીસ વિવાદિત વાતોને લઈને ચર્ચામાં રહે છે બીજું બાજુ એ રાજ્યમાં કેટકાય એવા જવાનો છે ગરીબોને પોતાનો હક પાછો આવવા માટે ક્યારેય પાછીપાની નથી કરતા અત્યારે સોસીયલ મીડિયામાં એવોજ એક વિડિઓ વાઇરલ થઈ રહ્યો છે વિડિઓ ઉત્તરપ્રદેશનો છે.
જેમાં પોલીસ પોતાની ડ્યુટીમાં હોય છે ત્યારે એક વૃદ્ધ મહિલા પોલીસ અધિકારી જોડે આવીને રડી પડે છે વૃદ્ધ માજી કહી રહ્યા છેકે તેઓ એમના પરિવારથી પરેશાન છે ત્યારે આ પોલીસ અધિકારીને તે વૃદ્ધ માજીનો પુત્ર બનવામાં વાર ના લાગી અને માંજી આશ્વાશન આપતા કહે છે માજી મને તમારો દીકરો સમજો.
વિડીઓમાં દેખાઈ રહ્યું છેકે પોતાના પરિવારથી કંટાળીને વૃદ્ધ મહિલા પોલીસ સ્ટેશન પહોંચી જાય છે અને પોલીસ સમક્ષ રડતા રડતા મદદ માંગે છે રડી રહી મહિલાને પોલીસ અધિકારી રોહિત તિવારીએ પોતાની નજીક બોલાવી લીધા અને ગળે લગાડીને કહ્યું હુંછું તમારો પુત્ર હું તમારી સેવા કરીશ રડશો નહીં.
એટલુંજ નહીં પોલીસ અધિકારી મનોજ તિવારીએ વૃદ્ધ માજીનો હાથ પોતાના માથા ઉપર મૂકીને આશીર્વાદ લીધા સોસીયલ મીડિયામાં થઈ રહેલ આ વિડિઓ કાનપુરના ગોવિંદ પોલીસ સ્ટેશનનો હોવાનું જાણવા મળ્યું છે અહીં દીકરાની જેમ જવાબ આવેલ પોલીસ અધિકારીનું બધી જગ્યાએ વખાણ થઈ રહ્યા છે.