દેશભરમાંથી ચોરીની ઘણી બધી ઘટનાઓ સામે આવતી રહે છે જેમાં ઘણીવાર એટીએમ મશીન માંથી પૈસા ચોરી કરતા કેટલાક ગુનેગારો ને પોલીસે સીસીટીવી કેમેરા ફુટેજ થી ઝડપી લીધા છે પરંતુ માત્ર અહીં મામલો ચોરી નો નહીં પરંતુ અનોખો સામે આવ્યો છે અહીંયા ચોર આખું એટી એમ મસીન ઉખેડીને પોતાની સાથે જ લઈ જતા ચકચાર મચી જવા પામ્યો છે.
આ સમગ્ર ઘટના રાજસ્થાન ના સવાઈ માધોપુર વિસ્તારમાં માંથી સામે આવી છે 10 ફેબ્રુઆરી શુક્રવારે વહેલી સવારે 7 વાગે પોલીસે સીસીટીવી કેમેરા ફુટેજ ચેક કરતા રાત્રીના બે વાગ્યે છ બદમાશો મોઢે માસ્ક અને મોજા પહેરી પોતાના ચહેરાને ઢાંકી અને સળિયા થી એટીએમ મશીન ઉખાડી રહ્યા હતા.
અને એટીએમ મશીન ની બાજુમાં પીકપ ગાડી ઊભી રાખીને 5 મીનીટ જેટલા ટુંકા સમય માં જ આખુ મશીન ગાડીમાં નાખીને તેઓ ફરાર થઈ ગયા હતા એસબીઆઈ બેન્ક નિવાઈ રોડ શાખા ના બેન્ક મેનેજર કૈલાશ ચંદ્ર મીણા આ ઘટના વિશે જણાવ્યું હતું કે એટીએમ સ્વીચ સેન્ટર માંથી કોલ આવ્યો હતો કે બાવલી.
એટીએમ નો કેમેરો તૂટી ગયો છે અને ત્યારબાદ તરત પોલીસને જાણ કરવામાં આવી હતી સાથે એ પણ જણાવ્યું હતું કે એટીએમ પર સુરક્ષા ગાર્ડ રાખવામા આવ્યો નહોતો આ એટીએમ માં સાત લાખથી પણ વધારે રૂપિયા હોવાની વિગતો સામે આવી છે બેંક મેનેજરના જણાવ્યા અનુસાર આ એટીએમમાં 7 લાખ 81 હજાર 800 રુપિયા હતા.
આ ઘટનાની જાણ થતા જ એસ એસ ઓ કુસુમ લતા મીણા બામનવાસના સીઓ તેજ પાઠક અને મિત્રપુરાના એસ એસ ઓ શ્રીકિશન મીણા ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને પોલીસને જાણ કરતા પોલીસે સીસીટીવી કેમેરા ફુટેજ ચેક કરી ને આજુબાજુ રહેલા સીસીટીવી કેમેરા ફુટેજ માં વધુ વિગતો.
પ્રાપ્ત કરી નાકાબંધી ગોઠવીને આરોપીઓ ને પકડવા ની કવાયત હાથ ધરી છે આ ઘટના સામે આવતા લોકો એટીએમમાં સુરક્ષા ગાર્ડ ને ના રાખવામાં આવતા એસબીઆઈ બેન્ક ની સુરક્ષા અંગે સવાલો કરી રહ્યા છે સાથે પોતાના લોકર માં મુકેલા દાગીના અને રુપિયાની સુરક્ષા માટે સવાલો કરતાં જોવા મળે છે.