મિત્રો રાજસ્થાનમાંથી ન માની શકાય તેવો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યોછે આ કિસ્સો રાજસ્થાનના અલવર જિલ્લામાં એક વૃદ્ધ દંપતીએ લગ્ન કર્યે 54 વર્ષ થઈ ગયા હતા છતાં એમના ખોળે ઉપરવાળે એક પણ બાળક આપ્યું ન હતું પરંતુ લગ્નના 54 વર્ષ બાદ પુત્રએ ઘરમાં જન્મ લેતા પરિવારમાં ખુશીઓ આવી ગઈ છે.
પુત્રને જન્મ આપનારી મહિલાની ઉંમર 70 વર્ષ અને મહિલાના પતિની ઉંમર 75 વર્ષ છે બંને પતિ પત્નીને લગ્નના 54 વર્ષ બાદ પ્રથમ વખત સંતાન પ્રાપ્તિની ખુશી મળી છે બાળકના પિતા ગોપીચંદ ભૂતપૂર્વ સૈનિક છે તેઓ પણ દેશ માટે સેવા આપી ચુક્યા છે બાંગ્લાદેશ યુદ્ધ દરમિયાન તેમને પગમાં ગો!ળી વાગી હતી.
ગોપીચંદનું કહેવું છેકે પુત્રને જન્મ આપ્યા બાદ તેઓ અને એમના પત્ની ખુબ જ ખુશ છે હોસ્પિટલના ડૉક્ટરના જણાવ્યા મુજબ રાજસ્થાનમાં આટલી ઉંમરે બાળકને જન્મ આપવો પહેલી કિસ્સો છે ગોપીચંદ પણ તેમના પિતાના એકમાત્ર પુત્ર હતા 1968માં ચંદ્રાવતી સાથે લગ્ન થયા પરંતુ ઘણા.
પ્રયત્નો ઘણાં ડોક્ટરોની સલાહો લીધી દવાઓ કરવી છતાં એમના ખોળે બાળક ન થયું તેના બાદ અલવરના એક IVF સેન્ટરમાંથી પત્નીની સારવાર કરાવી ત્યાર બાદ એમના કુખે બાળક જમ્યું બાળકનું વજન લગભગ 3 કિલો છે મિત્રો તમારી જાણકારી માટે જણાવી દઈએ કે હાલમાં જ જૂન 2022માં IVF માટે.
એક કાયદો પણ બનાવવામાં આવ્યોછે જે અંતર્ગત 50 વર્ષથી વધુ ઉંમરની મહિલાઓ IVF દ્વારા બાળક પેદા કરી શકતી નથી પરંતુ દંપતીએ પહેલાથી જ નોંધણી કરાવેલ હતી આજે વૃદ્ધ દંપતી માતાપિતા બન્યા બાદ ખૂબ જ ખુશ છે બંને માતા પિતા બન્યા તેની જાણકારી સામે આવતા સમગ્ર પંથકમાં ચર્ચાનો વિષય બન્યો હતો.