Cli

મોટા ભાઈએ બહેનને વચન આપ્યું હતું ખજુરભાઈ એ ભાઈની ફરજ નિભાવીને વચન પૂરું કર્યું જાણીને તમે પણ કહેશો વાહ ખજુરભાઈ…

Breaking Life Style Story

ખજુરભાઈ એટલે કે નીતિન જાની ગુજરાતંનાં દરેક ખૂણે કોઈને જરૂરિયાત મંદને તકલીફ પડે અને ખજુરભાઈને યાદ કરો ત્યારે ખજુરભાઈ હંમેશા સેવા માટે હાજર થઈ જાય છે ગુજરાતમાં ઘણી બહેનો એવી હોય છે એમને પોતાના પગ પર ઉભું રહેવું છે પરંતુ રસ્તો નથી મળતો એમાંથી એક છે રાજુલાના ગીતાબેન જેઓ 9 ભાઈ બહેન છે તેમાંથી તેઓ સૌથી મોટા છે.

ગીતાબેનને થોડા વર્ષો પહેલા એમના મોટા ભાઈએ વચન આપ્યું હતું કે બહેન આપડે એક સિલાઈ મશીન લઈ લઈએ જેથી રોજગાર ચાલુ રહે પરંતુ કુદરતને કંઈક અલગ કરવું હશે મોટા ભાઈનું અવસાન થઈ ગયું અને ગીતાબેનનું સપનું અધૂરું રહી ગયું પરંતુ એ ભાઈની ફરજ નિભાવતા ખજુરભાઈ ગીતાબેનની મદદ કરવા પહોંચી જાય છે.

ખજુરભાઈ અને એમની ટિમ રાજુલામાં ગીતાબેનને મદદે આવી પોહોંચેં છે ખજુરભાઈએ ગીતાબેનને સિલાઈ મશીન લઈ આપ્યું તથા ત્યાંના બાળકોને કપડાં અને જરૂરિતાત વસ્તુઓ પણ આપી અહીં આ જોઈને ગીતાબેન થતા એમનો પરિવાર રડી પડ્યો હતો કારણ કે એમના ભાઈની ઈચ્છા આજે ખજુરભાઈએ ભાઈની ફરજ નિભાવીને પુરી કરી હતી.

ખજુરભાઈ એ ગીતાબેનના પરિવારના બે નાના બાળકોને પણ જાય સુધી ભણે ત્યાં સુધી ભણવાનો તમામ ખર્ચો ઉઠાવવાની જાહેરાત કરી હતી મિત્રો ખજુરભાઈ ને ખરેખર ધન્ય કહેવાય જેઓ રાત દિવસ જોયા વગર લોકોની મદદ કરી રહ્યા છે મિત્રો ખજુરભાઈનું કામ પસંદ આવ્યું હોય તો પોસ્ટને વધુમાં વધુ શેર કરવા વિનંતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *