ઇન્ડિયન ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝમાં ન જાણે શું થઈ રહ્યું છે એક પછી એક એક્ટર ડિપ્રેશનનો શિકારી રહી છે અને પછી મોતને વ્હાલું કરતા જોવા મળી રહી છે હવે એવામાં આ ખબર સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝથી આવી છે સાઉથની અભિનેત્રી શેરીન સેલિન મેથ્યુએ મંગળવારે ખુદખુશી કરી લીધી છે મંગળવારે એક્ટરનું નિધન થઈ ગયું છે.
મીડિયા રિપોર્ટની માનીએ તો કેરળમાં રહેતી 26 વર્ષીય ટ્રાન્સ મહિલા મોડલ અને અભિનેત્રી હતી આ મામલે બતાવાઈ રહ્યું છેકે તેઓ ડિપ્રેશનનો શિકાર હતી તેઓ પોતાના મિત્રના ઘરે ભાડાના એપાર્ટમેન્ટમાં રહેતી હતી તેના મિત્રે જયારે રૂમમાં જઈને જોયું તો તેઓ પંખે લટકી રહી હતી શેરીન લાંબા સમયથી બહું ઉદાસ રહેતી હતી.
શેરીન કેટલીયે સાઉથની મલયાલવી ફિલ્મોમાં કામ કરી ચુકી હતી અને તેઓ મોડલિંગમાં ખુબ સક્રિય હતી એમનું અચાનક ચાલ્યું જવું તેના પરિવર અને મિત્રો માટે એક મોટો ઝ!ટકો છે શેરીન એક ટ્રાન્સ વુમન હતી એટલે તેઓ ટ્રાન્સ મહિલાઓને સારો સહકાર આપતી હતી તેઓ ટ્રાન્સ મહિલા હોવાથી સાઉથ ઈન્ડસ્ટ્રીઝમાં ખુબ સન્માન મળતું હતું.