તારક મહેતાકા ઉલ્ટા ચશ્મા સિરિયલમાં નટુકાકાના પાત્રમાં જોવા મળતા અભિનેતાનું ૩ઑક્ટોબર ૨૦૨૧ના રોજ નિધન થયું છે તમને જણાવી દઇએ કે નટુકાકાના નામે ઘરઘરમાં જાણીતાં બનેલા આ અભિનેતાનું નામ ઘનશ્યામ નાયક હતું અને તેઓ સિરિયલ ની શરૂઆતથી જ આ સિરિયલનો ભાગ રહ્યા હતા અભિનેતા ઘનશ્યામ નાયકને વર્ષ ૨૦૨૦માં ગળામાં કે!ન્સ!ર હોવાનું સામે આવ્યું હતું.
જે બાદ ગળાનું ઓપરેશન કરી ગાંઠ કાઢવામાં આવી હતી જે બાદ તેમને કી!મોથે!રાપી અને રેડિ!યેશન લીધા હતા અને ફરીથી પોતાના કામ પર આવી ગયા હતા જો કે થોડા સમય પહેલા નટુકાકાને ફરી કે!ન્સ!ર ઉથલો માર્યો હોવાની વાત જાણવા મળી હતી અને ૩ઓક્ટોબરના રોજ તેમના દીકરા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે તેમને આ દુનિયામાંથી વિદાય લઈ લીધી છે.
૭૭ વર્ષની વયે ફાની દુનિયાને અલવિદા કહેનાર નટુકાકાનું બાળપણ નાના એવા ઉંઢાઈ ગામમાં વિત્યું હતું તેઓએ જે મકાનમાં બાળપણ વિતાવ્યું હતું તે મકાન આજે પણ ગામમાં જોવા મળે છે આ અભિનેતાએ ૨૦૦ગુજરાતી હિન્દી ફિલ્મોમાં અને ૩૫૦જેટલી સિરિયલમાં કામ કર્યું હતું અભિનેતાએ પોતાના અભિનયની શરૂઆત બાળકલાકાર રોલથી કરી હતી સાથે જ હમ દિલ દે ચૂકે સનમ ચાઇના ગેટ જેવી ફિલ્મોમાં કેમિયો પણ કર્યો હતો.
આ અભિનેતાના નિધન પર ન માત્ર તેમના ચાહકો પરતું તેમની સાથે કામ કરનારા સિરિયલના અન્ય કલાકારોએ પણ દુઃખ વ્યક્ત કર્યું છે ઘણાં કલાકારોએ નટુકાકાના નિધન બાદ મિડીયા સામે પોતાની લાગણી વ્યક્ત કરી હતી જેમાં તન્મય વેકરીયા ઉર્ફે બાઘાએ નટુકાકાને એક સાફ મનના વ્યક્તિ કહીને જણાવ્યું હતું કે તેમને થોડા મહિનાઓથી અનેક દુઃખ સહ્યા હતા અને હાલમાં તે શાંત જગ્યા એ છે.
તો બીજી તરફ સિરિયલમાં ટપ્પુના પાત્રમાં જોવા મળતા રાજ અંકટએ નટુકાકા સાથેનો એક ફોટો શેર કર્યો હતો જેની નીચે તેને લખ્યું હતું કે નટુકાકા મેકઅપ રૂમમાં આવ્યા હતા ઘણાં દિવસ બાદ તેમને સેટ પર જોઈ હું તેમના પગે પડ્યો હતો અને તેમને મારા પુરા પરિવાર વિશે પૂછ્યું હતું અને કહ્યું હતું કે ભગવાન સૌનું ભલું કરે રાજે વધુમાં કહ્યું કે નટુકાકાને આ ઉંમરે પણ કામનો ઉત્સાહ હતો.