Cli

સ્કૂલમાં કરીના કપૂરના પુત્ર તૈમુર અલીખાન થી જોડાયેલ પ્રશ્ન પુછાતા શિક્ષણ અધિકારીએ મોકલી નોટિસ…

Bollywood/Entertainment Breaking

બોલીવુડના મશહૂર એક્ટર કરીના કપૂર અને સૈફ અલીખાન નો પુત્ર તૈમુરની કંઈક ને કંઇક વાત મીડીયામાં ચગતી હોય છે પરંતુ આ વખતે મધ્યપ્રદેશના ખંડવા જિલ્લામાં કંઈક વધુ જ થઈ ગયું છે અહીં ખંડવા જિલ્લાની એક સ્કૂલમાં કરીના કપૂરના પુત્રથી જોડયેલ પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો.

જનરલ નોલેજમાં કરંટ અફેર સબંધિત સ્કૂલમાં ધોરણ 6માં તૈમુર થી જોડાયેલ એક પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો પ્રશ્ન એવો હતો કે કરીના કપૂર અને સૈફ અલીખાનના પુત્રનું પૂરું નામ લખો આ મામલાને લઈને જિલ્લાના એજ્યુકેશન ઓફિસર સંજીવ સરનું કહેવું છેકે સ્કૂલને નોટિસ આપવામાં આવી છેકે કારણ જણાવો.

સંજીવ સરે વધુમાં કહ્યું તેમના માનવ મુજબ આવા પ્રકારના પ્રશ્ન ન પૂછવો જોઇએ અહીં આ પ્રકારનો પ્રશ્ન પૂછતાં પેપર સોસીયલ મીડિયામાં વાઇરલ થઈ રહ્યું છે જેને લઈને લોકો પણ વિરોધ નોંધાવ્યો હતો લોકોનું કહેવું છેકે દેશમાં કેટલાય મહાપુરુષો થઈ ગયા એમનું શિક્ષણ આપી પ્રશ્નો પૂછો દેશને ઇતિહાસનું જ્ઞાન વધશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *