Cli
suraj bhuvaji truth revealed by dhara borthers

સૂરજ ભુવાજીની પ્રેમજાળમાં કેવી રીતે ફસાઈ હતી ધારા ! ભાઈએ ખોલ્યા ચોકાવનારા રાજ…

Breaking

આજના મોર્ડન યુગમાં પરિવારનું મહત્વ કેટલું ઘટતું જાય છે એ તો આપણે સૌ જાણીએ છીએ.આજના યુગમાં કોઈપણ યુવાન યુવતી પરિવાર કરતા મિત્ર કે પ્રેમીને વધુ મહત્વ આપતા જોવા મળતા હોય છે.પરિવાર તરફથી રોકવામાં આવવા છતાં મિત્રતા અને પ્રેમની ઘેલછામાં આજના યુવાન યુવતીઓ બધું જ અવગણીને બેપરવાહ બની જતા હોય છે અને છેલ્લે જીવન ગુમાવી બેસતા હોય છે.

હાલમાં આવું જ કંઈ ધારાના કેસમાં પણ સામે આવી રહ્યું છે.પાછલા એક વર્ષથી અમદાવાદથી ગુમ થયેલી ધારા કડીવાલના કેસનો હાલમાં જ ભેદ ઉકેલાયો છે,જે બાદ ધારાના પ્રેમી સૂરજ ભુવાજી એ જ તેના મિત્ર સાથે મળી ધારાની હ!ત્યાં કરી તેના દેહને સળગાવી દીધો હોવાનું સામે આવ્યું છે.

હાલમાં આ કેસના તમામ આરોપીની ધરપકડ કરવામાં આવી છે ત્યારે ધારાના ભાઈએ ધારા અને સૂરજ ભુવાજીની મુલાકાત અંગે જાણકારી આપી છે.ધારાના ભાઈએ જણાવ્યું કે ધારા તેની મિત્ર સાથે સૂરજ ભુવાજી પાસે જોવડવવા ગઈ હતી જે બાદ સૂરજ ભુવાજી તેને વારંવાર ત્યાં બોલાવતો હતો અને અમારા રોકવા છતાં ધારા સૂરજ પાસે જતી હતી.

બંનેની મુલાકાત વધતી ગઈ છેલ્લે ધારા સૂરજ સાથે હાઇકોર્ટના કેસ માટે અમદાવાદ ગઈ હતી ૧૮ જૂન ધારા સાથે વાત કર્યા પછી મને કોઈ જાણકારી ન હતી પરંતુ સૂરજ ને ફોન કરતા ધારા અમદાવાદમાં પણ ન હોવાનું જાણવા મળ્યું હતું.

ધારાના ભાઈએ વધુમાં જણાવ્યું કે પોલીસને જાણ કરતા છતાં જોઈએ તેવો સપોર્ટ મળ્યો ન હતો. જો કે હાઇકોર્ટમાં અરજી કર્યા બાદ પોલીસે કેસની કડક તપાસ કરી જે બાદ સમગ્ર હકીકત સામે આવી હતી.ધારાના ભાઈની માંગ છે કે બહેન ને ન્યાય મળે અને આરોપીઓને કડક સજા કરવામાં આવે.

આ પહેલો કિસ્સો નથી જેમાં ધર્મને નામે યુવતીને પ્રેમજાળમાં ફસાવી કુકર્મ કરવામાં આવ્યું હોય આવા અનેક કિસ્સા અનેક વાર સામે આવી ચુક્યા છે ત્યારે પોતાનો બચાવ કેવી રીતે કરવો એ મહિલા અને યુવતીઓએ જાતે જ શીખવું રહ્યું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *