Cli

કોણ છે સુપ્રિયા સુલે? બંને સગા ભાઈ-બહેન છે?

Uncategorized

મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ અજિત પવારના વિમાન દુર્ઘટનામાં નિધન બાદ તેમના પરિવારજનોના રડતા-બિલખતા વીડિયો સામે આવ્યા છે. આ દરમિયાન રાજકારણમાં સક્રિય સુપ્રિયા સુલેનો પણ રડતો વીડિયો વાયરલ થયો હતો.

તમને જણાવી દઈએ કે સુપ્રિયા સુલે અજિત પવારની ચચેરી બહેન છે.મહારાષ્ટ્રની રાજનીતિમાં તાઈ એટલે મોટી બહેન અને દાદા એટલે મોટા ભાઈ તરીકે ઓળખાતા સુપ્રિયા સુલે અને અજિત પવાર સગા ભાઈ-બહેન નથી. છતાં પણ બંને વચ્ચે હંમેશા મજબૂત એકતા જોવા મળી છે.

સુપ્રિયા સુલે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના સ્થાપક શરદ પવારની એકમાત્ર પુત્રી છે. જ્યારે અજિત પવાર શરદ પવારના મોટા ભાઈ અનંતરાવ પવારના પુત્ર છે.ચચેરી ભાઈ-બહેન હોવા છતાં પવાર પરિવારની પરંપરાઓને કારણે બંનેનું પાલનપોષણ એક જ ઘરમાં સગા ભાઈ-બહેનની જેમ થયું. રાજકારણમાં ભલે આજે તેમના રસ્તા અલગ હોય અને તેઓ અલગ અલગ ગૃપનું નેતૃત્વ કરતા હોય,

પરંતુ વ્યક્તિગત જીવનમાં સુપ્રિયા આજે પણ અજિત પવારને પોતાના મોટા ભાઈ તરીકે જ માને છે. તેમના વચ્ચેનું પારિવારિક સ્નેહ હંમેશા ચર્ચામાં રહ્યું છે.વર્ષ 2023માં જ્યારે અજિત પવારે પોતાના કાકા શરદ પવારથી અલગ થઈને ભાજપ અને શિવસેના સરકારનો સહારો લીધો, ત્યારે પવાર પરિવાર રાજકીય રીતે બે ભાગમાં વહેંચાઈ ગયો. સુપ્રિયા સુલે પોતાના પિતાની સાથે ઊભી રહી.

જ્યારે અજિત પવારે પાર્ટીના નામ અને ચિહ્ન પર પોતાનો દાવો કર્યો. આ વિભાજને તાઈ અને દાદા વચ્ચે વિચારધારાની દીવાલ ઊભી કરી. છતાં પણ બંનેએ જાહેરમાં એકબીજા પ્રત્યેનો વ્યક્તિગત આદર ક્યારેય ઓછો થવા દીધો નથી.સુપ્રિયા સુલે માત્ર શરદ પવારની દીકરી જ નથી, પરંતુ પોતાની મહેનતથી રાજકારણમાં પોતાનું સ્થાન બનાવ્યું છે. 2006માં રાજ્યસભાથી રાજકીય સફરની શરૂઆત કરનાર સુપ્રિયાએ બારામતી લોકસભા બેઠક પરથી સતત જીત મેળવી છે.

તેમણે સંસદમાં ઉત્તમ કામગીરી માટે અનેક વખત સંસદ રત્ન પુરસ્કાર પણ મેળવ્યો છે. મહિલા સશક્તિકરણ અને કન્યા ભ્રૂણ હત્યા જેવા સામાજિક મુદ્દાઓ પર તેમની પ્રખર અવાજ માટે તેઓ સમગ્ર દેશમાં ઓળખાય છે.રાજકારણની વચ્ચે પણ સુપ્રિયા અને અજિત પવાર પરિવારિક મર્યાદાઓનું પાલન કરતા રહ્યા. સુપ્રિયા સુલેના પતિ બિઝનેસમેન સદાનંદ સુલે છે અને તેમને બે સંતાનો છે. રાજકીય મંચ પર ભલે સુપ્રિયા અને અજિત બે વિરોધી ગૃપનું નેતૃત્વ કરતા હોય, પરંતુ પરિવારિક સમારોહોમાં તેમનો વ્યવહાર હંમેશા એક સંસ્કારી અને એકજૂટ પરિવારની છબી રજૂ કરે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *