12મી જૂને અમદાવાદ એરપોર્ટથી લંડન જવા માટે ઉડાન ભરનાર એર ઇન્ડિયાનું પ્લેન ક્રેશ થયું હતું. આ ઘટનામાં મોટી સંખ્યામાં લોકો મોતને ભેટ્યા હતા. આ ઘટનાની હવે સુપ્રીમ કોર્ટના નિરીક્ષણ હેઠળ સ્વતંત્ર તપાસની માંગ કરવામાં આવી છે જેની સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થોડાક સમય પહેલા યોજાઈ છે. કોર્ટે આ મુદ્દે કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર, ડાયરેક્ટોરેટ જનરલ ઓફ એરક્રાફ્ટ એક્સિડન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો અને ડાયરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશનને નોટિસ પણ ફટકારી છે
તો આવો જાણીએ શું છે સમાચાર નમસ્કાર જમાવટ સાથે હું છું પારથ અમદાવાદ પ્લેન ક્રેશ નો મામલો હવે સુપ્રીમકોર્ટમાં પહોંચ્યો છે અરજી કરતાએ સુપ્રીમ કોર્ટમાં કહ્યું છે કે આ ઘટનાની નિષ્પક્ષ તપાસ નથી થઈ રહી 100 કરતાં વધારે દિવસ થઈ ગયા હોવા છતાં આ ઘટનામાં કોઈ પણ ઠોસ તપાસ નથી થઈ અને તેનું કોઈપણ જે કયા કારણે આ ઘટના ઘટી જ છે તેનું કારણ સામે આવ્યું નથી આ કારણે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર રાજ્ય સરકાર ડાયરેક્ટરેટ જનરલ ઓફ સિવિલ એગ્રેશન અને ડાયરેક્ટરે જનરલ ઓફ એરક્રાફ્ટ એક્સિડન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરોને પણ હવે નોટિસ પટકારી છે. સુપ્રીમ કોર્ટમાં અરતદાર વકીલ પ્રશાંત ભૂષણે કહ્યું છે કે
આ ઘટનામાં અનેક લોકોના મોત થયા છે જેથી આઅરજીની સુનાવણી થાય તે જરૂરી છે આ અરજીની સુનાવણી જસ્ટિસ સૂર્યકાંત અને એનકેસીની બેન્ચ દ્વારા હાથ ધરવામાં આવી હતી કોર્ટે સુનવણીમાં કહ્યું છે કે આ દુર્ઘટના પાછળ પાયલટને જવાબદાર ઠેરવવા એ દુર્ભાગ્યપૂર્ણ છે જસ્ટિસ સૂર્યકાંતે રદ્દારને કહ્યું છે કે નિષ્પક્ષ તપાસની વાત સમજાય છે પરંતુ અરજીમાં આટલી બધી બાબતો સાર્વજનિક કરવાની માંગ કેમ કરવામાં આવી છે તો રતદારના વકીલ પ્રશાંત ભૂષણે કહ્યું છે કે એફડીઆર એટલે કે ફ્લાઈટ ડેટા રેકોર્ડર દરેક ભૂલો અને સમસ્યાનો રેકોર્ડ રાખે છે તો હવે જસ્ટિસ સૂર્યકાંત સામે કહ્યું છે કે હાલમાં તેને સાર્વજનિક કરવોયોગ્ય નથી આમ અરતદાર દ્વારા કોર્ટમાં કરવામાં આવેલી અરજીમાં એએઆઈબીના પ્રારંભિક રિપોર્ટ પર ગંભીર સવાલો ઉઠાવવામાં આવ્યા છે. અરતદારે આ રિપોર્ટ પર સવાલો ઉઠાવતા કહ્યું છે કે આ રિપોર્ટમાં કેટલીક મહત્વની જાણકારીને છુપાવવામાં આવી છે. તમામ દોષનો પોટલો એ પાયલટ પર ઢોળવામાં આવ્યો છે.
આ સુનવણીમાં સુપ્રીમ કોર્ટે હવે કહ્યું છે કે પાયલટને જવાબદાર ઠેરવવા એ દુર્ભાગ્યપૂર્ણ છે તે વિમાન દુર્ઘટનાની નિષ્ણાંત સંસ્થા દ્વારા સ્વતંત્ર નિષ્પક્ષ અને ઝડપી તપાસ સુનિશ્ચિત કરવાના પક્ષમાં છે. નોટિસ ફટકારતા હવે સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે પાયલટની ભૂલનો આરોપલગાવતી પ્રારંભિક તપાસ દુર્ભાગ્યપૂર્ણ હતી પરંતુ આગળની તપાસમાં ગુપ્તતા જાળવવી રાખવી પડશે. આ પછી સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર રાજ્ય સરકાર ડીજીસી અને ડાયરેક્ટરેટ જનરલ ઓફ એરક્રાફ્ટ એક્સિડન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરોને નોટિસ અટકારી છે વાત કરીએ 12મી જૂનના અમદાવાદમાં થયેલા એ પ્લેન ક્રેશની જ્યારે એર ઇન્ડિયાનું વિમાન ai 171 મેઘાણીનગરમાં અતુલ્યમ હોસ્ટેલ ખાતે ક્રેશ થયું હતું એર ઇન્ડિયાની વિમાન દુર્ઘટનામાં અનેક લોકોના મોત થયા છે.
વિમાનમાં સવાર 230 મુસાફરોમાં 217 પુક્તવયના 11 બાળકો અને બે શિશુઓનો સમાવેશ થાય છે. આમાં 169ભારતીય નાગરિકો 53 બ્રિટિશ સાત પોર્ટુગીઝ અને એક કેનેડિયન નાગરિકનો સમાવેશ થાય છે. આ અકસ્માતમાં 241 લોકોની સાથે વિમાનના 12 ક્રુ સભ્યોનું પણ મોત થયું છે. ફક્ત એક જ વ્યક્તિ બચી ગયા છે. મેડિકલ હોસ્ટેલ અને નજીકના વિસ્તારોમાં હાજર અન્ય લોકોનું પણ મોત થયું છે. તો સુપ્રીમ કોર્ટે જે આ નોટીસ પટકારી છે તેને લઈને તમારું શું માનવું છે અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો .