ભારતીય ક્રિકેટર રિષભ પંથને લઈને સમાચાર સામે આવ્યા છે કે તેમને દિલ્હી દહેરાદુન મેક્સ હોસ્પિટલમાં થી મુંબઈ હોસ્પિટલ માં રેફર કરવામાં આવ્યા છે રીષભ પંત નો 30 ડિસેમ્બરના રોજ વહેલી સવારે ઉતરાખંડ તરફ જતા કાર અકસ્માત થયો હતો જેમાં રીષભ પંત ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા.
તેમના ઘુટંણ માં હાથ પગ અને ચહેરા પર ગંભીર ઈજાઓ પહોંચી હતી તેમના ચહેરા પર પ્લાસ્ટિક સર્જરી કરવામાં આવી હતી અને તેમની સારવાર મેક્સ હોસ્પિટલમાં ચાલી રહી હતી આ સમયે તેમની ખબર પુછવા માટે વિરાટ કોહલી મહેન્દ્ર સિંહ ધોની કે એલ રાહુલ જેવા ક્રિકેટરો સાથે અનુપમ ખેર અનીલ કપૂર.
સુનીલ શેટ્ટી અથીયા શેટ્ટી અનુષ્કા શર્મા જેવા બોલિવૂડ કલાકારો પણ ગયા હતા રીષભ પંત ની તબીયત માં સુધાર આવતા તેમને મુંબઈ હોસ્પિટલ માં રેફર કરવામાં આવ્યા છે તાજેતરમાં તેમની મુંબઈ આવવાની ખબર સામે આવતા જ ક્રિકેટ પ્રેમીઓ ખુબ જ ખુશ જોવા મળી રહ્યા છે એ વચ્ચે બોલીવુડ અભિનેતા.
સની દેઓલ તેમની પત્ની સાથે પોતાની નવી રેન્જ રોવર કાર લઈને હોસ્પિટલમાં રીષભ પંત ની ખબર લેવા પહોંચ્યા હતા તેમના પરીવારની મુલાકાત કરીને તેઓ રીષભ પંત સાથે ખુબ લાંબો સમય રહ્યા હતા તેઓ એ મિડીયા સાથે ની વાતચીત માં રીષભ પંત ને ખુબ બહાદુર અને હિમંત વાળો જણાવી કહ્યું કે રીષભ પંત ની હાલત એકદમ ઠીક છે તેમને કાંઈ જ નથી.
થવાનુ તેઓ જલ્દી થી ઠીક થઈ જશે અને મારી આવનારી ફિલ્મ ગદર ટુ અમે બંને સાથે જોઈશું રીષભ પંત ભારતીય ક્રિકેટર સાથે દિલ્હી આઈપીએલ ટીમ ના કેપ્ટન પણ છે તેમના અકસ્માત ની ખબર થી ક્રિકેટ પ્રેમીઓ મા ખુબ દુઃખ ની લાગણીઓ પ્રસરી જવા પામી હતી એ વચ્ચે ક્રિકેટ પ્રેમીઓ માટે સારા સમાચાર સની દેઓલે આપ્યા હતા.