ભારતીય ક્રિકેટર કે એલ રાહુલ અને બોલીવુડ ફિલ્મ અભિનેતા સુનીલ શેટ્ટી ની પુત્રી અભિનેત્રી અથીયા શેટ્ટી ના 23 જાન્યુઆરી 2023 ના રોજ સુનીલ શેટ્ટી ના ખંડાલા સ્થિત ફાર્મ હાઉસ માં લગ્ન યોજવામાં આવ્યા હતા આ લગ્નમાં માત્ર 100 મહેમાનો ને જ આમંત્રીત કરવામાં આવ્યા હતા પરીવારજનો ની હાજરીમાં કે એલ રાહુલ.
અને અથીયા શેટ્ટી લગ્ન ના પવિત્ર બંધનોમાં બંધાઈ ગયા હતા કે એલ રાહુલ અને અથીયા શેટ્ટી ટ્રેડિશનલ લાઈટ ગુલાબી કપડા માં જોવા મળ્યા હતા રાહુલ શેરવાની માં હેન્ડસમ તો અથીયા શેટ્ટી ચણીયાચોળી માં ખુબ જ સુંદર અને આકર્ષક લાગી રહી હતી આ દરમિયાન સુનીલ શેટ્ટી કુર્તા અને ધોતી માં ગળામાં.
રુદ્રાક્ષની માળા પહેરીને શાનદાર અંદાજમાં મહેમાનો અને જાનૈયાઓ ની આગતા સ્વાગતા કરતા જોવા મળ્યા હતા તેમને હાથ જોડી ને જાનૈયાઓ ને આવકાર્યા હતા મિડીયા સાથેની વાતચીતમાં તેમને જણાવ્યું હતું કે હુ માત્ર દિકરી અથીયા શેટ્ટી નો બાપ નહીં પણ રાહુલ નો પણ પિતા છું હું સસુર તરીકે નહીં.
પિતા તરીકે રાહુલ ના દરેક સુખ દુખ માં સાથે છું સાથે એમને એ પણ જણાવ્યું હતું કે લગ્નની પાર્ટી નું આયોજન આઈપીએલ પુરી થાય ત્યાર બાદ ગોઠવવામાં આવશે ભારત અને ન્યૂઝીલેન્ડ ની સીરીઝ ચાલી રહી છે આ દરમિયાન ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડીઓ લગ્નમાં હાજરી આપી શક્યા નથી સુનીલ શેટ્ટી અને કે એલ રાહુલ એવું.
ઈચ્છે છે કે ભારતીય ક્રિકેટ ટીમના તમામ ખેલાડીઓ તેમની લગ્ન બાદની પાર્ટીમાં હાજર રહી શકે એટલા માટે તેમને થોડા દિવસ બાદ લગ્ન ની પાર્ટી નું આયોજન કર્યુ છે જેમાં બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રી અને ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડીઓ ને આમંત્રીત કરવા મા આવશે લગ્ન બાદની ઘણી તસવીરો સામે આવી છે જેના પર લોકો રાહુલ અને અથીયા ને શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે.