આકાશવાણી રેડીયો દ્વારા નાપસંદ કરાયેલા અને હાલમાં લાખો કરોડો લોકોના દિલમાં વસતા અમિતાભ બચ્ચન ની સફળતા વિશે સૌ કોઈ જાણે છે એમની આ સફળતા ને કારણે જ તેમને સદીના મહાનાયક નું બિરૂદ આપવામાં આવ્યું છે અને એક સામાન્ય પરિવારમાં જન્મ લેનાર અમિતાભ બચ્ચને આ મંજિલ સુધી પહોંચવા કેટલો સંઘર્ષ કર્યો છે તેની કહાની પણ કોઈથી છુપી નથી.
અભિનેતા અમિતાભ બચ્ચને કરિયરની શરૂઆત સાત હિન્દુસ્તાની ફિલ્મ દ્વારા કરી હતી જે બાદ આનંદ મૂવીમાં પણ કામ કર્યું હતું જો કે આ ફિલ્મો પછી તેમને દરેક ફિલ્મમાં નિષ્ફળતા મળી હતી વર્ષ ૧૯૭૩મા ઝંજીર ફિલ્મથી બોલિવૂડમાં અમિતાભનો દબદબો વધવાની શરૂઆત થઈ હતી આ વાત બધા જ જાણે છે પરંતુ બહુ ઓછા લોકો એક વાત જાણે છે કે બોલીવુડના મહાનાયક એક એવી ભૂલ કરી નાખી જેનો ફાયદો સુનીલ શેટ્ટી ને થઈ ગયો હતો.
કદાચ બહુ ઓછાં લોકોને એ વાતની જાણ હશે કે અમિતાભ બચ્ચને પોતાના કરિયર માં એક પ્રોડક્શન કંપની પણ ખોલી હતી અને આ પ્રોડક્શન કંપની હેઠળ તેમને ડાયરેકટર દીપક શિવ દાસની સાથે મળી ને એક ફિલ્મનું નિર્માણ કર્યું હતું આ ફિલ્મ હતી ભાઈ જે બે ભાઈઓના પ્રેમ પર આધારિત વાર્તા હતી આ ફિલ્મમાં સુનીલ શેટ્ટી પૂજા બત્રા કુણાલ ખેમુ સોનાલી બેન્દ્રે જેવા કલાકારો કામ કરી રહ્યા હતા.
આ ફિલ્મનું શુટિંગ શરુ થયા બાદ બિગ બી આર્થિક સંકડામણમાં એવા ફસાયા કે એમણે અચાનક જ આ ફિલ્મ બંધ કરવાનો નિરાંત લઈ લીધો હતો અને પોતાની પ્રોડક્શન કંપની પણ બંધ કરી દીધી હતી અને આ જ વાત બિગ બીના જીવનની એ ભૂલ સાબિત થઈ જેના કારણે સુનીલ શેટ્ટી ને ફાયદો થયો.
બિગ બીની પ્રોડક્શન કંપની બંધ થતાંની સાથે જ સુનીલ શેટ્ટીએ નક્કી કર્યું કે તેઓ આ ફિલ્મ કોઈપણ રીતે બનાવશે અને સુનીલ શેટ્ટી એ ફિલ્મ ભાઈનું શુટિંગ પૂરું કર્યું અને ફિલ્મને રિલીઝ કરવામાં આવી જે બાદ આ ફિલ્મ તે સમયની સફળ ફિલ્મોમાંની એક બની ગઈ જેને કારણે સુનીલ શેટ્ટીને બહુ મોટો ફાયદો થયો હતો એક રીતે એવું પણ કહેવામાં આવી રહ્યું હતું કે જો બિગ બી આ ફિલ્મ પૂરી કરતા તો તેમની બધી જ સમસ્યા દૂર થઈ ગઈ હોત.