તમે ઘણીવાર મોટીવેશનલ સ્પીકરની વાતોમાં સાંભળ્યું હશે કે બાળકની ઈચ્છાઓને દબાવવા કરતા તેને ખીલવાની તક આપવી જોઈએ. પોતાના વિચારો, આઈડિયા પર કામ કરી બાળક આગળ વધે તો તે ખૂબ મોટું નામ કમાઈ શકે છે.
આજના આ લેખમાં અમે તમને એવા જ એક પિતા અને તેમના દીકરા અંગે જણાવવાના છીએ જેમણે ઉપરના આ વાક્યને હકીકતમાં ફેરવી બતાવ્યું છે. આ ગુજરાતી બાપ દીકરાની કહાની સાંભળી તમને પણ વિશ્વાસ થશે કે બાળક અને તેની આવડત પર વિશ્વાસ મુકવો એ હંમેશા નુકસાન કરાવે તેવું જરૂરી નથી હોતું. ક્યારેક તમારો આ વિશ્વાસ તમને કરોડપતિ પણ બનાવી શકે છે.
આ વાત છે કામકાજ માટે પરિવાર સાથે અમરેલીથી કોલકતા આવેલ શાંતિભાઈ સંઘવી અને તેમના દીકરા દિલીપ સંઘવીની. દિલીપ સંઘવી નામ સાંભળતા જ તમને અંદાજો આવી ગયો હશે કે અમે કોની વાત કરી રહ્યા છીએ. હા, આ વાત છે સન ફાર્મા કંપની ના માલિક દિલીપ સંઘવી ની સફળતા અને તે સફળતાની શરૂઆતની.
જેનરિક દવાઓના ક્ષેત્રે સન ફાર્મા કંપની કેટલી જાણીતી છે એ તો તમે જાણતા જ હશો આ કંપનીની શરૂઆત બાદથી તેના માલિકની કમાણીમાં કેટલો વધારો થયો એ પણ તમે જાણતા જ હશો પરંતુ શું તમે જાણો છોકે દિલીપ સંઘવીની આ કંપનીની શરૂઆત માત્ર ૧૦ હજાર રૂપિયાના રોકાણ થી થઈ હતી એટલું જ નહીં આ કંપનીમાં શરૂઆતમાં માત્ર ત્રણ લોકો જ કામ કરી રહ્યા હતા. દિલીપભાઈ ના પિતા કોલકાતામાં જેનરીક દવાઓની દુકાન ચલાવતા હતા.
દિલીપભાઈ અભ્યાસ બાદ આ કામમાં પિતાને મદદરૂપ થવા દુકાને લાગી ગયા પરંતુ યુવાન લોહીના ઉન્માદમાં તેમને હંમેશા વિચાર આવતો કે દવાની દુકાનમાં કમાણી ઓછી અને મહેનત વધુ છે જો પોતાની દવાની કંપની હોય તો કમાણી વધુ કરી શકાય તેમને આ વિચાર પિતાને જણાવ્યો પિતાએ દીકરાના સપના તૂટે નહિ તે માટે તેના હાથમાં ૧૦ હજાર રૂપિયા આપ્યા અને કહ્યું આટલા પૈસામાંથી જે કરવું હોય કરી લે.
પિતાએ આપેલ પૈસા લઈ દિલીપભાઈ સુરત પાસેના વાપી શહેરમાં આવી ગયા.અહી તેમને કંપનીની શરૂઆત કરી. શરૂઆતમાં રોકાણ પણ ઓછું હતું એટલે કર્મચારી વધુ પોસાય તેમ ન હતા ૩ લોકો સાથે કંપની ની શરૂઆત થઈ. દવાનું ઉત્પાદન શરૂ થયા બાદ દવા સસ્તી હોવાને કારણે વેચાણ વધવા લાગ્યું. જોતજોતામાં દિલીપભાઈની કંપની લાખો કરોડો નો બિઝનેસ કરવા લાગી ભારતભરમાં જાણીતા બન્યા બાદ તેમને નેપાળ અને બાંગ્લાદેશ જેવા દેશોમાં પણ જેનેરિક દવા મોકલવાની શરૂઆત કરી.
આ દેશોમાં સફળતા મળ્યા બાદ દિલીપ ભાઈને અમેરિકામાં પોતાની કંપની શરૂ કરવાની ઈચ્છા થઈ. તેમને કંપની શરૂ પણ કરી, સફળતા પણ મળી પરંતુ કહેવાય છે ને કે જેમ તમે ઊંચા જાવ કોઈને કોઈ તમને નજર લગાવનાર હોય જ છે દિલીપભાઈની આ સફળતા અમેરિકા થી સહેવાઈ નહિ તેમને દિલીપભાઈની કંપની પર ખોટા આરોપ લગાવ્યા આ આરોપને કારણે દિલીપભાઈની કંપનીને ભારે નુક્સાન થયું. પરંતુ તેમને હિંમત ન હારી,અમેરિકામાં પગ જમાવવા મહેનત કરી અને આજે તેઓ એક સફળ બિઝનેસમેન તરીકે વિશ્વભરમાં વખણાય રહ્યા છે.તેમની સંપતિનો મોટો હિસ્સો અમેરિકામાંથી જ મળી રહે છે.