હાલમાં આર્યનના કેસને લઈને લગભગ બોલીવુડના બધા જ કલાકારો શાહરૂખના સમર્થનમાં છે ફરાહ ખાન, સલમાન ખાન જેવા લોકો શાહરૂખના બંગલો પર જઈને તેમને સમર્થન આપી રહ્યા છે તો હૃતિક રોશન જેવા બીજા અનેક કલાકારો તેમને સોશીયલ મીડિયામાં સમર્થન આપી રહ્યા છે.
ત્યારે બોલીવુડમાં કેટલાક એવા કલાકાર પણ છે જેઓ શાહરૂખ વિરુદ્ધ ખરાબ વાતો કરી રહ્યા છે અથવા તો તેની આ સ્થિતિ પર ખુશ થઈ રહ્યા છે ના અમે અહી કંગના રનૌત વિશે વાત નથી કરી રહ્યા અમે એક એવા કલાકાર વિશે વાત કરી રહ્યા છીએ જે જોશ કલ હો ના હો જેવી ફિલ્મોમાં શાહરૂખ સાથે કામ કરી ચૂક્યા છે.
આ કલાકારનું નામ છે પુનિત વશિષ્ઠ તમને જણાવી દઈએ કે હાલમાં જ અભિનેતા પુનિત વશિષ્ઠનો એક વિડિયો વાયરલ થયો છે જેમાં તેઓ તપાસ અધિકારીઓની ઓફિસ બહાર ઉભેલા જોવા મળી રહ્યા છે ઓફિસ બહાર ઉભા રહીને તેઓ શાહરૂખ વિરુદ્ધ બોલતા જોવા મળી રહ્યા છે.
પુનીતનું કહેવું છે કે તેમને શાહરૂખ સાથે ફિલ્મમાં કામ કર્યું પરતું તેઓ આ બધા ખાનપાનમાં ક્યારેય હાજર રહ્યા નહોતા અને આ જ કારણે શાહરૂખ અને સલમાન જેવા કલાકારોએ ૨૭વર્ષ સુધી તેમને બોયકોટ કર્યા હતા પુનિત કહી રહ્યા છે કે ભગવાન તેમને ૨૭વર્ષ બાદ સજા આપી રહ્યો છે.
જો કે આ પહેલીવાર નથી જ્યારે પુનિતે આ રીતે જાહેરમાં શાહરૂખ વિરુદ્ધ નિવેદન આપ્યું હોય આ પહેલા એક ઇન્ટરવ્યૂમાં અભિનેતા પુનિતે કહ્યું હતું કે અભિનેતા વિધુત જામવાલ સામે શાહરૂખખાન અને સલમાનખાન કઈ જ નથી ઉલ્લેખનીય છે કે હાલમાં તો શાહરૂખ આર્યનની જામીન માટે બને તેટલા પ્રયાસ કરી રહ્યા છે જે અંગે આજે ગુરુવારે ફરી કોર્ટમાં સુનવણી કરવામાં આવશે પરતું જો આજે ગુરુવારે નિર્ણય ન લેવામાં આવ્યો તો આર્યનની હાલત વધુ ખરાબ થઈ શકે છે.