મિત્રો ગુજરાતીમાં એક કહેવત છેને કે જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાતી આ કહેવતને ન્યુયોર્કમાં રહેતા ગુજરાતીયોએ સાર્થક કરી છે કારણ કે ત્યાંના ગુજરાતીઓ ભાઈ દ્વારા ગરબાના આયોજન કર્યું હતું અને ત્યાંના એક ગુજરાતી ભાઈ દ્વારા ગરબે ઘુમતિ દરેક બહેનોને ભેટ સ્વરૂપે સોનાનિ ચેન આપવામાં આવી હતી.
અત્યારના વાયરસના સમયમાં સરકાર દ્વારા માત્ર શેરી ગરબાને મંજુરી આપવામાં આવી છે તેમાં પણ માત્ર 400 વ્યતિઓને રમવાની મંજૂરી આપવામાં આવીછે તો પણ ઘણી જગાએ એ નિયમો તોડવામાં આવ્યા છે અને અત્યારે નવરાત્રીનો સમય પૂર્વ થવણાના આરે છે ત્યારે ઘણી જગ્યા નવ નોરતા અને દશેરો પણ મનાવામાં આવી રહ્યો છે.
આપણા ગુજરાતીઓ વિશ્વના ખૂણે ખૂણે વસેલ છે જ્યાં પણ વસે છે ત્યાં નવરાત્રી સમયે અલગજ અંદાજ જોવા મળે છે ગુજરાતીઓના ગરબા માત્ર ગુજરાત માટેજ નહીં દેશ વિદેશમાં પણ ફેમસ છે એવામાં આ પંક્તિ સાર્થક કરતા અહીં એકે વિડિઓ વાઇરલ થઈ રહ્યો છે જેમાં એક ગુજરાતી ગરબે ઘૂમતી બહેનોને સોનાની ચેન ભેટ આપી રહ્યા છે.
ગુજરાતીમાં એક પ્રથા છેકે ગરબે ઘૂમતે સમએ લહાણી આપે છે સામાન્ય રીતે આયોજકો ગરબે રમતા લોકોને નાની મોટી કંઈક વસ્તુ લહાણી સ્વરૂપે આપતા હોય છે પરંતુ ન્યુયોર્કમાં આ વાઇરલ વિડીઓમાં એક ગુજરાતી ભાઈ સોનાની ચેનો આપી હતી અને ખુશ થઈને કહી રહ્યા છેકે કાલે પણ ગરબે રમવા આવી જજો આ વિડિઓ સોસીયલ મીડીયામાં બહુ વાઇરલ થઈ રહ્યો છે.