બોલીવુડ ફિલ્મ અભિનેતા અનિલ કપૂરની લાડલી દીકરી અભિનેત્રી સોનમ કપૂર થોડા સમય પહેલા જ માં બની છે આ દિવસોમાં તે પોતાનું માતૃત્વ માણી રહી છે ઉતરાખંડમાં તેના પતિ અને દિકરા વાયુ સાથે વેકેશન ટ્રીપ પર છે પરંતુ આ વચ્ચે એવી ખબરો સામે આવી છે કે સોનમ કપૂરનો બંગલા જેવો ફ્લેટ વેચાઈ ગયો છે.
સોનમ કપૂરે પોતાના લગ્ન પહેલા આ ફ્લેટ 31 કરોડ 48 લાખમાં લીધો હતો મિડીયા રિપોર્ટ અનુસાર આ ફ્લેટ સોનમ કપૂરે 32 કરોડ 50 લાખમાં વેંચી દિધો છે સાત વર્ષ બાદ આ ફ્લેટની વેચીને સોનમ કપૂર એ માત્ર એક કરોડ અને બે લાખનો જ ફાયદો મેળવ્યો છે જેને કોઈ લાભ મળ્યો એમ કહી ના શકાય જે વ્યક્તિને.
આ ફ્લેટ વેચવામાં આવ્યું છે તેને ચાર પાર્કિંગની સુવિધા પણ આપવામાં આવી છે બિલ્ડીંગ ની અંદર જ બધી જ સુવિધાઓ ઉપલબ્ધ છે જો કે સોનમ કપૂર આ ફ્લેટ નો ઉપયોગ ખૂબ ઓછો કરતી હતી લગ્ન બાદ તેને બીજું ઘર ખરીદી લીધું હતું અભિનેત્રી સોનમ કપૂર ના પતિ આનંદ આહુજા ભારતના ટોપ બિઝનેસમેન માં નામ ધરાવે છે.
જેમના દિલ્હી મુંબઈ અને લડંન માં આલીશાન બંગલા છે લગ્ન બાદ સોનમ કપૂર વધારે ભાગે દિલ્હી અને લંડન માં જ રહે છે સોનમ કપૂરને માત્ર તેનું ઘર વેચવાનું હતું નફો મેળવવાનો તેનો કોઈ પણ જાતનો ઈરાદો ન હતો આટલી પ્રોપર્ટી હોવાથી સોનમ કપૂરે ફાયદા ની પરવા કર્યા વિના પોતાનો ફ્લેટ વેચી દિધો હતો.