.ભારતીય મહિલા ક્રિકેટ ટીમની વાઇસ કેપ્ટન સ્મૃતિ મંધાના અને બોલીવુડના મ્યુઝિક કમ્પોઝર પલાશ મુચ્છલની તૂટી ગઈ છે.
આ માહિતી સ્મૃતિ મંધાનાએ પોતે સોશિયલ મીડિયા Instagram પર પોસ્ટ દ્વારા આપી છે. આને આખા મામલાને લઈને તેમનું પહેલું મોટું નિવેદન માનવામાં આવે છે જેમાં તેમણે કહ્યું કે હવે આ લગ્ન થઈ શકશે નહીં. પરંતુ લગ્ન શા માટે તૂટ્યા? છેલ્લા કેટલાક દિવસોમાં શું થયું? આ રિપોર્ટમાં વિગતવાર જાણો.મધ્ય પ્રદેશના ઇંદોરમાં વુમન્સ વર્લ્ડ કપનું આયોજન થતું હતું. એ સમયે પલાશ મુચ્છલે, જે ઇંદોરના રહેવાસી અને ગાયિકા પલક મુચ્છલના ભાઈ છે, મીડિયામાં જણાવ્યું હતું કે સ્મૃતિ મંધાના ખુબ જલદી ઇંદોરની વહુ બનવાની છે.
ત્યારબાદ ઇંદોર અને મધ્ય પ્રદેશમાં તેમના ચાહકોમાં ખુશીની લહેર છવાઈ ગઈ.વુમન્સ વર્લ્ડ કપ પછી બંનેના લગ્નની તારીખ જાહેર થઈ – 23 નવેમ્બર. તે પહેલાં ડી.વાય. પાટીલ સ્ટેડિયમમાં પલાશ મુચ્છલે ફિલ્મી અંદાજમાં સ્મૃતિ મંધાનાને પ્રપોઝ કર્યું હતું. સ્મૃતિના મિત્રો અને પલાશના પરિવારજનો ત્યાં હાજર હતા. મહારાષ્ટ્રના સાંગલી ખાતે લગ્નની તમામ તૈયારીઓ 22-23 નવેમ્બરના દિવસોમાં લગભગ પૂરી થઈ ગઈ હતી.
22 નવેમ્બરે હળદી, મહેંદી અને સંગીતના કાર્યક્રમોની તસવીરો સોશિયલ મીડિયામાં છવાઈ ગઈ હતી.23 નવેમ્બરે ફેરા પડવાના હતા, પરંતુ તે પહેલાં ખબર આવી કે સ્મૃતિ મંધાનાના પિતાની તબિયત બગડી ગઈ છે અને તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. સ્મૃતિ તેમના પિતા સાથે ખૂબ નજીક હોવાથી તેમણે લગ્ન અનિશ્ચિતકાલ માટે મુલતવી રાખવાનો નિર્ણય કર્યો.
બીજી તરફ મુંબઈમાં પલાશ મુચ્છલને પણ તબિયત બગડવાને કારણે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. આ દરમિયાન સોશિયલ મીડિયામાં બંનેના લગ્ન અંગે અનેક પ્રશ્નો ઊભા થયા.આ વચ્ચે મેરી ડીકોસ્ટા નામની યુવતીએ સોશિયલ મીડિયા પર પલાશ મુચ્છલ સાથેની ચેટના સ્ક્રીનશોટ શેર કરીને આરોપ મૂક્યો કે લગ્નથી થોડા મહિના પહેલાં સુધી પલાશ તેમની સાથે ફ્લર્ટ કરતા હતા.
બાદમાં તેમની તરફથી સ્પષ્ટતા પણ આવી કે તેમની ક્યારેય પલાશ સાથે મુલાકાત નથી થઈ. સોશિયલ મીડિયા પર પલાશે સ્મૃતિને ચીટ કર્યું હોવાના દાવા પણ વહેતા રહ્યા.કાલાકાર અને કોરિયોગ્રાફર ગુલનાઝ ખાન અને નંદિકા દ્વિવેદીના નામ પણ ચર્ચામાં આવ્યા, પરંતુ ગુલનાઝ ખાને Instagram પર સ્ટોરી મૂકી સાફ કર્યું કે આ બધું બિનઆધારિત છે અને તેઓ પલાશને માત્ર પ્રોફેશનલી જાણે છે.આ દરમિયાન સ્મૃતિના પિતા અને પલાશ બંને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થઈ ગયા. એવું માનવામાં આવ્યું કે કદાચ લગ્નની નવી તારીખ આવશે.
7 ડિસેમ્બરે લગ્ન થશે એવી અફવા પણ ફેલાઈ, પરંતુ સ્મૃતિના ભાઈએ સ્પષ્ટ કર્યું કે આ માત્ર અફવા છે, હાલ તો લગ્ન ટાળવામાં આવ્યા છે.આ વચ્ચે સ્મૃતિ મંધાના અને પલાશ મુચ્છલે પોતાના Instagram પ્રોફાઈલ પર ઈવિલ આઈનું સિમ્બોલ મૂકતાં ચાહકો ફરી ચર્ચામાં આવી ગયા કે કદાચ કોઈ નવી માહિતી મળશે. પલાશને એરપોર્ટ અને પછી વૃંદાવનના આશ્રમમાં પણ જોવા મળ્યા.રવિવાર 7 ડિસેમ્બરે સ્મૃતિ મ