Cli

ભારતની આ સૌથી જાણીતી અને મોટી કંપનીએ સ્મિત મચ્છર ને ૧ કરોડ ઈનામ આપવાની કરી જાહેરાત,નામ જાણી દંગ રહી જશો.

Uncategorized

ફ્લાઈદુબઈની ઘટનાએ અત્યારે સવત્ર હાહાકાર મચાયો છે. દેશનો દરેક નાગરિક અત્યારે કેપ્ટન સ્મિત વિશે ચર્ચા કરી રહ્યો છે. હાલમાં કેપ્ટન સ્મિત ને મોરારી બાપુએ ઈનામ આપવાની વાત કરી હતી .

જે બાદ એક મોટી કંપનીએ પણ રોકડ ઈનામ ની જાહેરાત કરી છે.મેનકાઇન્ડ ફાર્માએ આપ્યા 1 કરોડ રૂપિયા – સ્મિત મચ્છરને સૌથી મોટું રોકડ ઇનામ મેનકાઇન્ડ ફાર્મા તરફથી મળ્યું છે. કંપનીએ તેમના અને તેમના પરિવાર માટે 1 કરોડ રૂપિયાના ઇનામની જાહેરાત કરી છે. કંપનીએ કહ્યું કે, સ્મિત મચ્છરે પોતાના જીવની ચિંતા કર્યા વગર ક્રૂ અને મુસાફરોની સુરક્ષા કરી છે, જે જવાબદારીની મિસાલ છે.

ગુજરાત સરકારનું 25 લાખનું ઇનામ – સ્મિત મૂળ ગુજરાતના છે. તેમની બહાદુરી જોઈને ગુજરાત સરકારે તેમને ‘વિશિષ્ટ ગુજરાત ગરિમા પુરસ્કાર’ આપવાની જાહેરાત કરી છે. સાથે જ સરકારે 25 લાખ રૂપિયાનું રોકડ ઇનામ આપવાની પણ જાહેરાત કરી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 1 ઓક્ટોબરે આ જાહેરાત કરી હતી.

ઘટના વિશે વાત કરીએ તો 30 સપ્ટેમ્બરે ફ્લાયદુબઈની ફ્લાઇટ FZ1073 દુબઈથી તેલ અવીવ જઈ રહી હતી. વિમાનમાં 174 લોકો સવાર હતા. આ દરમિયાન વિમાનના કૉકપિટમાં કો-પાયલટે સ્મિત મચ્છર પર હુમલો કર્યો હતો. આ દરમિયાન કેપ્ટન સ્મિત ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. લોહીથી લથપથ થવા છતાં તેમણે વિમાનને સંભાળી રાખ્યું હતું. પછી વિમાનને સાઉદી અરબના તબુક એરપોર્ટ તરફ વાળવામાં આવ્યું અને સલામત લેન્ડિંગ કરાવવામાં આવ્યું. આ રીતે વિમાનમાં સવાર તમામ 174 મુસાફરોનો જીવ બચી ગયો. ઘટનાની તપાસ હજુ ચાલુ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *