ફિલ્મી હસ્તી જેવો તેનો રૂવાબ હતો. રૂપિયાના જોરે તે નાચતો હતો. સોશિયલ મીડિયા પર તેના સીન સપાટા હતા પણ આ કોભાંડી અત્યારે ભૂગર્ભમાં ઉતરી ગયો છે અને આ કોભાંડી પર ભરોસો મુકનારા રાતા પાણીએ રડી રહ્યા છે સાબરકાંઠાની અંદર બીઝેડ કોભાંડ આપને યાદ હશે અને એવું જ એક કોભાંડ હવે સાબરકાંઠા જિલ્લાની અંદર સામે આવ્યું છે. ભૂપેન્દ્રસિંહ ઝાલા સામે કાર્યવાહી તો કરવામાં આવી પણ ભૂપેન્દ્રસિંહ ઝાલા જેવો જ બીજો એક કૌભાંડી સામે આવ્યો છે
કેવી રીતે આ કૌભાંડીએ લોકોના રૂપિયા ખંખેર્યા કેવી રીતે તે માલામાલ બન્યો અને અત્યારે તે ક્યાં છુપાઈને બેઠો છે તેના માટે જુઓ અમારો આ વિશેષ અહેવાલ >> આ નથી કોઈ ફિલ્મી હસ્તી કે નથી કોઈ રાજનેતા આ નથી કોઈ મોટો બિઝનેસમેન કે નથી કોઈ મોટી સેલિબ્રિટી છતા તેનો રોલો કોઈ મોટી સેલિબ્રિટીથી કમ નથી બાઉન્સર્સ જેવા લાગતા માણસો સાથે રાખવાનો તેને શોક છે અને પૈસાનો પાવર જોઈને તો તમે પણ કહેશો કે આવો પાવર તો મુકેશ અંબાણી પણ નથી રાખતા આ ભાઈનું નામ તો તમને યાદ જ હશે ભૂપેન્દ્રસિંહ ઝાલા જે થોડા દિવસો પહેલા જ જામીન પર છૂટ્યો છે. સાબરકાંઠામાં તેના જેવો જ એક બીજો કૌભાંડી છે અને તેનું નામ છે સિકંદર લોઢા. જેવો બાપ તેવો જ દીકરો બાપનું નામ સિકંદર છે
અને આ દીકરાનું નામ સમન છે પોતાની વૈભવી લાઈફસ્ટાઇલના ફોટો શેર કરવાનો જેવો બાપને શોક છે તેવો જ વૈભવી શોખ દીકરાને પણ છે પણ તમને થતું હશે કે આ છે કોણ અને અમે તેની વાત કેમ કરી રહ્યા છીએ તો થોડી ધીરજ રાખો જેમ જેમ તેના કારનામા ખુલતા જશે તેમ તેમ તમારી આંખો પણ ચાર થઈ જશે હકીકતમાં સાબરકાંઠામાં બીઝેડ કૌભાંડ પછી વધુ એક કૌભાંડ સામે આવ્યું છે અને આ કૌભાંડ કોઈ બીજા નહીં પણ સિકંદર લોઢાનું છે.
તે પોતાની પાવર બતાવવા માટે ક્યારેક કલેક્ટરને ગુલદસ્તો આપીને ખુશ કરતો ક્યારેક તે ધારાસભ્યને ગુલદસ્તો આપીને પોતે પાવરફુલ માણસ હોવાનો દમ મારતો પણ જ્યારથી તેની સામે પોલીસ ફરિયાદ નોંધાય છે ત્યારથી તે ભૂગર્ભમાં ઉતરી ગયો છે તેનો પાવર ઉતરી ગયો છે. સાબરકાંઠાના હિંમતનગરમાં સિકંદર લોઢા ઇન્ટરનેશનલ પ્રાઇવેટ લિમિટેડ નામની કંપનીની ઓળખ આપીને ફક્ત ગુજરાત જ નહીં પરંતુ દેશભરના યુવાનો સાથે છેતરપિંડી આચડતો હતો.
તે લંડન દુબઈ અને રશિયા સહિતના દેશોમાં યુવાનોને નોકરીની લાલચ આપતો હતો અને યુવાનો તેની જાળમાં ફસાઈ પણ જતા કારણ કે પોતાની મુલાકાતે આવનાર દરેક યુવાનોને તે મોટામોટા સપના બતાવતો હતો જેથી બેરોજગાર યુવાનોને લાગતું હતું કે તેઓ વિદેશ જઈને સારી કમાણી કરશે. સિકંદર લોઢા લોકોને વિશ્વાસમાં લેવા માટે કલેક્ટર અને ધારાસભ્ય સાથે પોતાના ફોટો બતાવતો હતો અને જે લોકો વિદેશમાં નોકરી કરવા માટે તૈયાર થાય તેમની પાસેથી તે 1 લાખથી લઈને 4 લાખ રૂપિયા વસૂલતો હતો. રૂપિયા વસૂલ્યા બાદ તે પોતે અયાશી પાછળ રૂપિયાની રેલમ છેલ કરતો હતો.
જ્યારે યુવાનો રાહ જોઈ રહ્યા હતા ક્યારે તે તેમને વિદેશ લઈ જશે. પરંતુ લાંબો સમય વીતી જવા છતા યુવાનોને વિદેશ લઈ જવાની કોઈ જ વાત સિકંદરે કરી નહીં જેને પગલે તેનો ભાંડો ફૂટી ગયો લોકોનેછેત્રાયાનો અહેસાસ થયો આખરે સિકંદર લોઢા સહિત બે લોકો સામે ફરિયાદ નોંધાઈ ત્યારબાદ સિકંદર અને તેની ટીમ ભૂગર્ભમાં ઉતરી ગયા છે. સિકંદરે કેટલી મોટી સંખ્યામાં લોકો સાથે ઠગાઈ આચરી છે તે વાતનો અંદાજ પોલીસ સ્ટેશને ફરિયાદ કરવા પહોંચેલા આ યુવાનોના ટોળા પરથી જ લગાવી શકાય છે. આ યુવાનોમાંથી કોઈએ પોતાની જમીન વેચીને સિકંદરને રૂપિયા આપ્યા હતા. તો કોઈએ પોતાના માતા બહેનોના દાગીના વેચીને રૂપિયા આપ્યા હતા તો કોઈએ પોતાની લોન લઈને સિકંદરના હાથમાં ધરી દીધી હતી.
હવે જ્યારે સિકંદરે હાથ અધ્ધર કરી દીધા છે ત્યારે લોકો પોતાની વ્યથા પોલીસઅને મીડિયા સમક્ષ ઠાલવી રહ્યા છે. આ છે એસાન ખાન તે છેક વારાણસીથી સિકંદર સામે ફરિયાદ કરવા માટે હિંમતનગર આવ્યો છે આખરે કેવી રીતે તેની સાથે છેતરપિંડી કરવામાં આવી તે સાંભળો. પર્સનલી મેરા સંપર્ક ઇન્સ્ટાગ્રામ સે હુવા હે ઓર હમ ક્યા મિલતા હે હમ લોગો સે બોલતા હે કી કામ હો જાયેગા સબસે મતલબ પ્યાર સે મિલતા હે પૈસા લેના હોતા હે પ્યાર સે મિલતા હે પૈસા લેને કે બાદ વો ઉસકા ગાર્ડ લોગો બોલતા હે કી નહી મિલેંગે સરસે કભી હમ લોગો સે ફોન સે બાત હી નહિ કિયા જબ પૈસા લેના હો ફોન કરેગા નહી લેના હો વો બાત નહિ કરેગા વો મીટિંગ મે હે સર સર રશિયા ગયે હેસર ઓસ્ટ્રેલિયા ગયે હે સારે અમેરિકા ગયે હે વો કહી નહિ જાતા ઇધર હી બેઠા રહેતા હે ગુજરાત મે ઓર વિડીયો બના કે પહેલે ક રખા રહતા હે વહી અપલોડ કરતા હે બોલતા હે કે હમ યહા આ ગે હે ગુજરાત આ ગયે હે યહા પે આ ગયે મતલબ આઉટ ઓફ કન્ટ્રી હે હમ ઇસલિયે બાત નહિ કર પા રહે હે આપ લોગ ટેન્શન મત લીજીયે લીજીયે ઇસીલિયે લોગ મતલબ બેઠે રહતે હે કે નહિ હમારા કામ હો રહા હે હો જાયેગા હમારે મે એસે એસે લોગ હે જો લોન પે હે લોન પે પૈસા લિયે હુ હે અપને માં કા બહેન કા ગહેના બેચ કે યહા પૈસા સડે લાખ રૂપિયા નિકાલ કે લેકે આયે હે જો કી વો કેસે લોનઇન્ટરેસ્ટ ભર રહે હે વહી જાનતે હે >> સિકંદર લોઠા ઇન્સ્ટાગ્રામ સહિત બીજા સોશલમ મીડિયા પ્લેટફોર્મ પર બીજા રાજ્યોમાં જાહેરાત આપતો હતો
અને લોભામણી લાલચ આપતી જાહેરાતો જોઈને જ લોકો તેની તરફ આકર્ષાતા હતા ત્યારબાદ તે રજદારો સાથે મીઠી મીઠી વાતો કરીને રૂપિયા લઈ લેતો હતો અને જ્યારે લોકો તેને વીઝાની કામગીરી અંગે પૂછે તો તેના માણસો લોકોને ઊંઠા ભણાવતા હતા. મહારાષ્ટ્રથી આવેલા આ અરજદાર સાથે પણ આવી જ ઘટના બની હતી તે છેલ્લા ઘણા સમયથી હિંમતનગરના ધક્કા ખાઈ રહ્યો છે તેનું શું કહેવું છે તે સાંભળો >> હમ લોગ જોબ કોન્ટ્રાક્ટ હો યા જો ભી હો આપહમે બતા દીજીએ બટ ઉસકે અલાવા હમકો કુછ નહિ મિલા હે સિર્ફ યે બતાયા ગયા હે કી હમારા પ્રોસેસ ચાલુ હે સર રશિયા મે હે સર બહાર ગયે હુ હે સર છુટ્ટી પે હે હમકો કભી પ્રોપર અપડેટ નહિ મિલા હે એન્ડ ઉસકી વજહ સે ફ્રોમ લાસ્ટ ફોર મંથસ હમ સિર્ફ યહા રૂકે હુ અટકે હુ હે ઓર હમારા પૈસા પુરા ઉનકે પાસ અટકા હુવા હે ઉનોને ક્યા નહિ અપના પ્રોમિસીસ કિયે હે કી હો જાયેગા સિક્સ મંથ ઇસ ધ મેક્સ ટાઈમ યહા પે ચાર મહિને હો ગયે સર મે પ્રોપર પેપર વર્ક મેરા લેજીટમેન્ટ દે કે રખા હુવા હુ લેકિન ઉસકે અલાવા અભી તક મેરે કો એક રિપ્લાય નહિ
મિલાહે જબ લાસ્ટ વીક આયા થા મેરે ઉન્હોને બોલા થા કી સર રશિયા મેં હે વો તીન ચાર દિન આ જાયેંગે આપકો અપડેટ મિલેગા. જેસે હી વો આયે હે હમ લોગને ઉનકો કોલ બાક કી હે ઉનોને ઇતના બોલે સર પાંચ દિન ઓર દે દીજીએ આપકો અપડેટ કરકે હમ આપકો બતાયેંગે >> નૂર મહમદ અને એહસાન ખાન જેવા સંખ્યાબંધ લોકોના રૂપિયા ચાવ કરીને સિકંદર ભૂગર્ભમાં ઉતરી ગયું છે. લોકોનો આક્ષેપ છે કે જ્યારે તેઓ ફરિયાદ કરવા આવ્યા ત્યારે પોલીસ પણ તેમની ફરિયાદ નહતી લેતી. પરંતુ સિકંદર સામે ફરિયાદ કરનારા લોકોનો રાફડો ફાટી નીકળ્યો અને તેઓએ ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરતાહિંમતનગર ગ્રામ્ય પોલીસે તેની સામે ફરિયાદ નોંધવા માટે મજબૂર થવું પડ્યું. આજે પહેલી ફરિયાદ દાખલ થઈ છે એમાં ફરિયાદી તથા અન્ય આઠ સાયદો છે અને બીજી ફરિયાદ થઈ છે એમાં ફરિયાદી તથા અન્ય નવ શાયદો છે બીજી ફરિયાદમાં 21 લાખ રૂપિયા જેટલી એમાઉન્ટ થાય છે
બધાની અને પહેલી ફરિયાદમાં 1824000 જેટલી એમાઉન્ટ છે આ બધાને જુદી જુદી વાત કીધી છે કે ભાઈ ઘણાના પાસપોર્ટ આપેલા છે અને કામ નથી થયું અને પાસપોર્ટ એમના પરત પણ નથી આપ્યા ઘણાને વર્ક વિઝા માટે કીધેલું અને વર્ક વિઝાના બદલે વ્યાપાર વિઝા આપ્યા છે કરી આપ્યા છે અને હાલમાં આ જે ફરિયા આરોપી છે એમની ઓફિસ પણબંધ છે અને એ જતા રહ્યા છે એમની તપાસ તજવીજ હાલ ચાલુ છે. >> પોલીસ દાવો કરી રહી છે કે આરોપીઓની શોધખોળ ચાલી રહી છે અને તે વિદેશ ન ભાગી જાય તે દિશામાં પણ કામગીરી કરવામાં આવી રહી છે. પરંતુ અરજદારોનું કહેવું છે કે આરોપીઓ સામેની તપાસસીઆઈડી ક્રાઈમ અથવા બીજી એજન્સીને સોંપવામાં આવે તો 300 કરોડથી વધારેનું કૌભાંડ બહાર આવે તેવી શક્યતા છે.