ટીવી ફેમસ અભિનેત્રી તુનીશા શર્માએ ટીવી શો અલીબાબા દાસ્તાન એ કાબુલ સેટ પર શીજાનખાન ના મેકઅપ રુમ મા ખુદ ખુશી કરી લીધી હતી જે બાદ જાણવા મળ્યું હતું કે શીઝાન મહોમ્મદ ખાન સાથે તુનીશા શર્મા ના લવ સબંધો હતા જે મામલે તેને તુનીશા શર્મા ને ખુદ ખુશી કરવા પ્રેરીત કરી એવા.
આરોપો થી શીજાન ખાનની પોલીસે ધડપકડ કરી હતી આ મામલે ચોંકાવનારો ખુલાસો થયો છે મિડીયા રીપોર્ટ અનુસાર પોલીસને શીજાન ખાનને જણાવ્યું હતું કે તુનીશા શર્મા સાથે તેના લવ સંબંધો હતા અને બ્રેક અપ કરવાનું છે કારણ જણાવ્યું એ સાભંડી પોલીસ સ્ટેશનમાં ઉપસ્થિત દરેક લોકો ચોંકી ગયા હતા.
શિજાન ખાને જણાવ્યું હતું કે થોડા સમય પહેલા આફતાબે જે શ્રધ્ધા વાલકર ના 35 ટુકડાઓ કર્યા હતા જે બાદ દેશનો જે માહોલ જોવા મળ્યો હતો એ ઘટના થી તેઓ ખુબ પરેશાન થયા હતા શીજાન ખાને જણાવ્યું કે તેનો અને તુનીશા શર્મા નો ધર્મ અલગ હતો બંનેની ઉંમર માં પણ તફાવત હતો.
તેના કારણે સીજાને જણાવ્યું કે મેં તેનાથી બ્રેકઅપ કરી લીધું તુનિશા સિજાન થી 8 વર્ષ નાની હતી પરંતુ તુનીશા શર્મા ના પરીવારજનો એ સિજાન પર આરોપો લગાવ્યા છે કે સિજાન ના અન્ય છોકરીઓ સાથે સંબંધો હતા આ મામલે પોલીસે જણાવ્યું છે કે બચવા માટે સિજાન ખાન ઉમંર અને ધર્મ ની હાલ વાતો કરી રહ્યો છે.
આ મામલે તુનીશા શર્મા ની માતાએ જણાવ્યું હતું કે સિજાન ખાને તેની દિકરીને દગો આપ્યો છે ત્રણ મહીના થી વધારે શારીરિક શોષણ કર્યા બાદ તુનીશા શર્મા ને છોડી દિધી હતી સિજાને લગ્ન ના વચન આપી ને તુનીશા સાથે સંબંધો બનાવ્યા હતા આ મામલે પોલીસ શીજાન મહોમ્મદ ખાન ની વધારે સખ્તી થી પુછપરછ કરી રહી છે.