અત્યારે સોસીયલ મીડિયામાં આ વિડિઓ જબરજસ્ત વાઇરલ થઈ રહ્યો છે અહીં વિડીઓમાં એક ખુદ સરકારી કર્મચારી જેઓ પોલીસની નોકરી કરે છે તેઓ પોતાના બાળકોને વેચવા માટે મજબુર બન્યા છે કેમ મજબુર નથાય કારણ પણ કંઈક એવું છે જેમને મજબૂરીમાં આવું પગલું ભરવું પડ્યું તો આવો જાણીએ વિગતે.
આ વિડીઓમાં પોલીસકર્મી પોતાના બાળકોને 50 હજાર પાકિસ્તાની રૂપિયામાં વેચવા માટે બૂમો પાડી રહ્યો છે પોલીસકર્મીની હરકત જોઈને તમે વિચારતા હશો કેમ આવું તો જણાવી દઈએ પાકિસ્તાનના સિંધ પ્રાંતના આ વીંડોમાં દેખાઈ રહ્યું છેકે પોલીસકર્મીનું નામ નિશાર લસારી છે જેમનો પુત્ર ઘણા સમયથી બીમાર હતો.
એટલે નિશારે સિનીયર અધિકારીથી રજા માંગી તો અધિકારીએ રજા આપવાની ચોખ્ખી ના પાડી દીઘી અને જો રજા જોઈએ તો મને લાંચ આપો જેને લઈને પોલીસકર્મીએ જાહેરમાં પોતાના બાળકોને વેચવા મજબુર થવું પડ્યું માહિતી મુજબ નિશારે કહ્યું હતું તેઓ લાંચ નતા આપી શકયા તેના કારણે એમનું ટ્રાન્સર ઘોટકી જેલથી 120 કિલોમીટર દૂર લરકાનામાં કરી દીધું હતું.
ટ્રાન્સફર થતાંજ તેઓ પરેશાન થઈ ગયા હતા નિશારનું કહેવું છેકે આ રીતની એમને સજા કેમ આપવામાં આવી રહી છે તેઓ ગરીબ છે તેથી સિનિયર ઓફિસરને લાંચ નથી આપી શક્યા હવે નિશારને એ નથી સમજાઈ રહ્યું કે તેઓ લરકાનામાં દૂર નોકરી કરવા જાય કે બાળકોને હોસ્પિટલમાં ઓપરેશન કરવા લઈ જાય તે વાતને લઈએ કંટાળીને એમને આવી હરકત કરવી પડી હતી.