ગયા દિવસોમાં ટીવી એક્ટર અને બીજેપીની નેતા સોનાલી ફોગટનું મ્ર્ત્યુ થયું અને એમના નિધન મામલે હત્યાનો ગુનો નોંધાઈ ગયો છે સોનાલીના પીએ સુધીર સાંગવાન અને સુખવિંદર પર હત્યાનો ગુનો નોંધાયો છે હવે સોનાલી ફોગાટના મોત પહેલાના કેટલાક સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે ફૂટેજમાં સોનાલી ફોગાટની.
હાલત ખૂબ જ ખરાબ દેખાઈ રહી છે ફૂટેજમાં જોઈ શકાય છેકે સોનાલી ફોગાટ પણ લથડતી જોવા મળે છે અને આ દરમિયાન કાળી ટીશર્ટ પહેરેલો એક વ્યક્તિ સોનાલીને બાથરૂમમાં લઈ જાય છે મીડિયા રિપોર્ટ મુજબ એવું કહેવામાં આવી રહ્યું છેકે જે વ્યક્તિએ સોનાલી ફોગાટને ટેકો આપીને સપોર્ટ કરી રહ્યો છે.
તે બીજું કોઈ નહીં પરંતુ તેના પીએ સુધીર સાંગવાન છે અને એમની પાછળ સુધીરનો પાર્ટનર સુખવિંદર પણ ત્યાં હાજર જોઈ શકાય છે સોનાલી ફોગાટની હત્યાની તપાસ કરી રહેલી ગોવા પોલીસે દાવો કર્યો છેકે સોનાલીને જબરજસ્તી સફેદ પાવડર આપવામાં આવ્યું હતું અને તે સોનાલીના પીએ સુધીર સાંગવાન અને.
સુખવિંદરે આપી હતી બંનેએ ગોવા પોલીસ સમક્ષ આ વાત કબૂલી પણ લીધી છે ગોવાના ડીજીપીએ મીડિયામાં જણાવ્યું છેકે પોલીસને કર્લીઝ નાઈટ ક્લબના સીસીટીવી ફૂટેજ પણ મળ્યા છે જેમાં ફૂટેજમાં સુધીર સાંગવાન પણ સોનાલીને બોટલમાં પાણી જેવું દ્રવ્ય આપતા જોવા મળે છે હાલ બંનેની ધરપકડ કરીને પૂછપરછ કરવામાં આવી રહી છે.