Cli
બધા સાથીઓ એ નિભાવ્યો દેખાવાનો સબંધ, પરંતુ શૈલેષ લોઢા નીકળ્યા સાચા મિત્ર...

બધા સાથીઓ એ નિભાવ્યો દેખાવાનો સબંધ, પરંતુ શૈલેષ લોઢા નીકળ્યા સાચા મિત્ર…

Bollywood/Entertainment Breaking

ગઈકાલે મશહૂર કોમેડિયન રાજુ શ્રીવાસ્તવનું નિધન થયું એમના નિધનથી સમગ્ર ઈન્ડસ્ટ્રી દુખી હતી અને દુઃખી થઈને ઈન્ડસ્ટ્રીએ શું કર્યું ટ્વિટ કરીને શ્રદ્ધાંજલિ આપી અને કામ પૂરું કર્યું રાજુ શ્રીવાસ્તવ દિલ્હીની ઈમ્સ હોસ્પિટલમાં છેલ્લા 40 દિવસથી એડમિટ હતા પરંતુ આખરે દુનિયા છોડીને ગયા.

મિત્રો તમને જણાવી દઈએ રાજુ શ્રીવાસ્તવ બીમાર હતા ત્યારે AIIMS હોસ્પિટલમાં રાજુ શ્રીવાસ્તવને મળવા ગયેલી ઈન્ડસ્ટ્રીમાં એકમાત્ર વ્યક્તિ છે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ફેમ એક્ટર શૈલેષ લોઢા હતા હવે એમણે ​​રાજુ સરના નિધન પર એક ભાવુક થઈ જાય તેવી એક ઈમોશનલ પોસ્ટ કરી છે.

જેમાં તેણે જણાવ્યું રાજુ શ્રીવાસ્તવ સાથે એમની પહેલી મુલાકાત એક ટીવી શો દરમિયાન થઈ હતી જે દરમિયાન રાજુ શ્રીવાસ્તવે એક પાત્ર કર્યું હતું જેમાં તે ખૂબ જ રમુજી રીતે આઓ આઓ કહેતા હતા એ સમયે મેં મારા ફોનમાં રાજુ શ્રીવાસ્તવનું નામ રાજુ આઓ આઓ કરીને સેવ કર્યું હતું.

અત્યારે પુરી દુનિયા કહી રહી છેકે રાજુ તમે પાછા આવી જાવ જ્યારે હું દિલ્હીની હોસ્પિટલ ઈમ્સમાં ગયો હતો ત્યારે ભાભી અને સગા સંબંધીઓને મળ્યો ત્યારે મને એવું લાગ્યું હતું કે તમે જલ્દી પાછા આવી જશો આવશો પરંતુ તમે અનંતની યાત્રાએ નીકળ્યા છો અદ્ભુત મિત્ર રાજુભાઈ.

અમે ક્યારેય વિચાર્યું ન હતું રાજુભાઈ ભગવાન તમને ચરણોમાં સ્થાન આપે અને તમારી ખોટ ક્યારેય પુરી નહીં થાય કંઈક આ રીતે શૈલેષ લોઢાએ પોસ્ટ લખી છે ઇન્ડસ્ટ્રીઝમાં પહેલા એવા શૈલેષે રાજુ સર માટે ભાવુક કરી દે તેવી પોસ્ટ લખી છે રાજુ સરના આત્માને શાંતિ મળે એજ ઈશ્વરને પ્રાર્થના.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *