સફેદ પાવડર કેસમાં શાહરુખ ખાનના પુત્ર આર્યનને એનસીબીએ ક્લીનચીટ આપી દીધી છે એનસીબીએ 6 હજાર પેજની ચાર્જશીટ સ્પેશિયલ NDBS કોર્ટમાં દાખલકરાઈ છે ચાર્જશીટના મુજબ આ સ્પેશિયલ તપાસ ટીમને એ વાતના કોઈ સબૂત નથી મળ્યા કે આર્યન ઇન્ટરનેશનલ સફેદ પાવડર તસ્કરી કરવાના હિસ્સો હતા.
એનસીબીના ડીડીજી સંજય કુમારે કહ્યું છેકે આર્યન અને મોહકને છોડીને બધા આરોપી ન!શાની હાલતમાં મળ્યા હતા હવે 14 લોકો સામે એનડીપીએસ એક્ટની અલગ અલગ કલમો સહિત મામલો નોંધવામાં આવી રહ્યો છે બાકી 6 લોકો સામે સબૂતોના ભાવના કારણે ફરિયાદ નથી નોંધવામાં આવી રહી.
આર્યનને ક્લીક ચિટ આપવામાં આર્યનના મિત્ર અરબાઝનું બયાન સૌથી મહત્વનું બતાવાઈ રહ્યું છે તેના બયાનમાં કહ્યું હતું કે તની જોડેથી જે સફેદ પાવડર મળ્યો હતો તે આર્યન માટે ન હતો અરબાઝે એ પણ કહ્યું હતું કે આર્યને ક્રુઝ પર સફેદ પાવડર લઈ જવાની ના પાડી હતી સફેદ પાવડરમાં પકડાયા બાદ આર્યનનું મેડિકલ પણ નતું કરાવાયું.
એટલે એ સાબિત નથી થઈ શક્યું કે આર્યને સફેદ પાવડરનું સેવન કર્યું હતું કે નહીં જયારે બીજા જેટલા પણ સફેદ પાવડર સપ્લાય કરનારે એવું નથી કહ્યું કે તેણે ક્યારે આર્યનને પાવડર સપ્લાય કર્યો આ પુરા મામલે આર્યનને પુરા 26 દિવસો સુધી જેલમાં રાખવામા આવ્યો હતો હવે આ મામલે આર્યનને એનસીબી તરફથી ક્લીનચિટ મળી ગઈ છે.