સોસીયલ મીડિયામાં લગ્નથી જોડાયેલ એક વિડિઓ જબરજસ્ત વાયરલ થઈ રહ્યો છે તમે શું ક્યારેય લગ્નમાં દુલ્હાના પૈસાની ચોરી થતી સાંભળી છે સાંભળી હશે તો અહીં એક ચોરીનો વિડિઓ સામે આવ્યો છે જેમાં દુલ્હાની બાજુમાં બેઠેલ મિત્રની પૈસા પર નિયત બગડી જાય છે વિડિઓ જોઈને તમારું હસવું નહીં રોકાય.
હકીકતમાં હાલમાં મિનલોજી નામના એક અકાઉંટમાં એક વિડિઓ શેર થયો છે અહીં વિડીઓમાં જોઈ શકાય છેકે દુલ્હે પૈસાની બનાવેલ માળા પહેરેલ હોય છે બધા બેઠા હોય છે અને બધાની નજર લગ્નના પ્રસંગમાં હોય છે એવામાં દુલ્હાની બાજુમાં બેઠેલા મિત્ર દુલ્હાના પૈસાની માળામાંથી એક નોટ ચોરીને ખિસ્સામાં મૂકી દેછે.
અહીં મિત્ર જયારે માળામાંથી નોટ ચોરવા જાય છે ત્યારે તેનો મિત્ર તે બાજુ જતા ચોર મિત્ર ફરી જાય છે પરંતુ મોકો મળતાજ એ નોટ ઉઠાવી લેછે હવે આ વિડિઓ એક કોમેડી રીતે બનાવ્યો છેકે કંઈ રીતે તેની પણ કોઈ પુષ્ટિ થઈ નથી પરંતુ આ વિડિઓ સોસીયલ મીડિયામાં વાયરલ થતાંજ લોકો તેને હસીના મૂડમાં જોઈ રહ્યા છે.