Cli

નસીબ કેવો ખેલ ખેલે છે ભગવાને ગરીબ પરીવારમાં જન્મેલા દિપક સિરકેને વિલન બનવાજ પેદા કર્યા હતા કદાચ…

Bollywood/Entertainment

90ના દસકાની ફિલ્મોમાં વિલેનની ભૂમિકામાં જોવા મળતા દિપક સિરકે જેમણે બૉલીવુડ ઈન્ડસ્ટ્રીઝમાં અનેક હિટ ફિલ્મો આપી છે જેઓ ફિલ્મ તિરંગામાં ગેંડા સ્વામીની જબરજસ્ત ભૂમિકા નિભાવીને આગવી ઓળખ ઉભી કરી હતી પરંતુ એમની રિયલ જિંદગીની કહાની સાંભળીને તમે પણ ચોકી જશો.

દિપક સિરકેનો જન્મ 1955માં મુંબઈમાં એક ગરીબ પરિવારમાં થયો હતો બાળપણથી દીપકનું સપનું હતું કે તેઓ પોલીસ બને મુંબઈમાં રંગભવન નામનું થીએટર હતું ત્યાં ફ્રી સમયમાં નાટકોનું રીહર્શલ થતું રહેતું હતું ત્યાં દિપક પણ મિત્રો સાથે નાટક જોવા જતા હતા આ બધું જોઈને દિપક પણ એકટીંગ સામે આકર્ષિત થવા લાગ્યા.

સમય જતે મિત્રોની મદદ થી 1976માં મરાઠી સાહિત્ય મંદિરમાં નાટકમાં કામ કરવાનો મોકો મળ્યો અહીં તેઓ એ સમયે નાના હતા પરંતુ આ નાની ઉંમરમાં પણ તેઓ વિલન બન્યા હતા શરૂઆતમાં નાના મોટા નાટકો કર્યા બાદ દિપકને એક મરાઠી ફિલ્મમાં કામ કરવાનો મોટો મળ્યો ત્યારબાદ મરાઠી ફિલ્મોમાં સારું નામ બનાવ્યું.

જયારે 1987માં બોલીવુડની પ્રથમ ફિલ્મ દે ધના ધનમાં કામ મળ્યું અહીં આ ફિલ્મ બાદ મરાઠી શો એક શૂન્ય શૂન્યમાં જબરજસ્ત અભિનય કરીને પુરા મહારાષ્ટ્માં નામ બનાવ્યું ત્યારબાદ અમિતાભ બચ્ચનની 1990માં રિલીઝ થયેલ અગ્નિપથમાં અન્ના શેટ્ટીનો રોલ મળ્યો અહીં એમનો જબરજસ્ત અભિનય જોઈને હિન્દી ઇન્ડસ્ટ્રીઝને દરવાજા ખોલી દીધા.

બીજા વર્ષે 1991માં આવેલ હમ ફિલ્મમાં ફરીથી અમિતાભ સાથે જોવા મળ્યા આગળ વધુને દીપકે એકથી એક હિટ ફિલ્મો આપી જેમને અત્યાર સુધી 100થી વધારે હિન્દી ફિલ્મો કરી છે એમની છેલ્લી ફિલ્મ 2016માં આવી હતી હવે આપણે આશા રાખીએ કે એમને જલ્દીમાં જલ્દી નવી ફિલ્મોમાં રોલ મળે અને આપણને એમનો અભિનય જોવા મળે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *