કપિલ શર્માના શોમાં મિનિસ્ટર સ્મૃતિ ઈરાની મહેમાન બનીને આવ્યા હતા અને તેમને સિકયુરિટી ગાર્ડે અંદરજ ના જવા દીધા ત્યારબાદ સ્મૃતિ ઈરાની નારાજ થઈ ગયા અને શૂટીંગ રદ કરીને પાછા આવી ગયા હવે કપિલ શર્માના શો વાળા માફી માંગી રહ્યા છે પરંતુ સ્મૃતિ ઈરાનીએ બીજો કોઈ ટાઈમ આપ્યો નથી.
આ મામલો કપિલ શર્માના સેટ ઉપર થયો જ્યાં સિકયુરિટી ગાર્ડની નાની ભૂલના કારણે પુરી ટિમ ભોગવી રહી છે મિત્રો વાત કરીએ સ્મૃતિ ઇરાનીની તો તેઓ એક સમયે ઇન્ડસ્ટ્રીઝની એક્ટર રહી ચુક્યા છે અને ટીવી પડદામાં સીરિયલમાં પણ કામ કરી ચુક્યા છે અત્યારે તેઓ ભારતિય મહિલા વિકાસ મંત્રી છે.
સ્મૃતિ ઈરાનીએ પોતાની એક પુસ્તક લખીછે તે પુસ્તકના પ્રમોશન માટે કપિલ શર્માના શોમાં પહોંચી હતી તે દિવસે એમને શૂટીંગ કરવાનું હતું તે દિવસે સ્મૃતિ ઇરાનીની ગાડી કપિલ શર્માના સેટ ઉપર પહોંચી ત્યારે ડ્રાયવર સિકયુરિટી ગાર્ડ જોડે જાય છે અને કહે છે શોના હોસ્ટ છે જેમને શૂટિંગ કરવાનું છે અંદર જવાદો.
એ સમયે સિકયુરિટી ગાર્ડ સ્મૃતિ ઈરાનીને ઓળખી શક્યો નહી અને કહ્યું મને ટિમ તરફથી આવી કોઈ અપડેટ આપવામાં આવી નથી એટલા માટે હું તમને અંદર જવા નહીં દઉ ત્યારે ડરાઇવર અને ગાર્ડ વચ્ચે બોલાચાલી પણ થઈ સ્મૃતિ ઈરાની શૂટિંગ કેન્સલ કરીને પાછા ગયા જયારે કપિલ શર્માને આ વાતની ખબર પડતા અત્યારે પોતાની પુરી ટિમ માફી માંગી રહી છે.