અત્યારે ઓનલાઇન સોસીયલ મીડિયામાં લગ્ન કરવા વાત સામાન્ય થઈ ગઈ છે ઓનલાન છોકરીઓ ગોતતા યુવાનો માટે તકલીફ પણ ઉભી થાય છે કેટલાક ;લોકો મેરેજ કરવા માટે ખોટું પ્રોફાઈલ બનાવીને લોકોને લગ્નની ખોટી આપીને અલગ અલગ બાના બનાવીને લોકોથી પૈસા લૂંટે છે એવાજ અહીં ચાર લોકોને ફરીદાબાદ પોલીસે ધરપકડ કરી છે.
ધરપકડ કરાયેલ આરોપીઓ માંથી ત્રણ પુરુષ અને એક મહિલા સામેલ છે ધરપકડ કરાયેલ ચાર આરોપીઓ માંથી એક નાઈજેરિયન છે બધા આરોપી દિલ્હીમાં રહેતા હતા રિપોર્ટ મુજબ પીડિત યુવકની મુલાકાત સંગમ નામની મેરેજ સાઈટમાં એક યુવતી સાથે થઈ હતી જ્યાં એક છોકરીએ પોતાને નેધરલેન્ડના એક શહેરની રહેવાસી બતાવી હતી.
છોકરીએ કહ્યું તે તેની જોડે લગ્ન કરવા માટે તેની સાથે લગભગ 88 લાખનો સમાન લઈને આવી રહી હતી અને એરપોર્ટમાં કસ્ટમ અધિકારીઓએ પકડી લીઘી છે તેને લઈને પીડિતને યુવતીએ તેના સાથી મિત્ર સાથે વાત કરાવી અને કહ્યું હું કસ્ટમ અધિકારી બોલું છું અને છોડાવવા માટે 5 લાખ 75 હજાર ભરવા પડશે.
છોકરીએ કહ્યું અત્યારે તેની જોડે એટલા રૂપિયા નથી મદદ માટે તેને પૈસા મોકલવાનું કહ્યું પોલીસના જણાવ્યા અનુસાર પીડિતે છોકરીની વાતોમાં આવીને છોકરીએ આપેલ ખાતામાં પૈસા ભરી દીધા પૈસા ભર્યા બાદ પીડિત યુવકને ખબર પડી કે તેની સાથે ઠ!ગાઈ થઈ છે તેણે ફરિયાદ નોંધાવી પોલીસે ચારે જણની ધરપકડ કરીને આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.