હમણાં રિલીઝ થયેલી ધ કાશ્મીર ફાઇલ્સ ફિલ્મમાં કાશ્મીરી પંડિતો સાથે થયેલ નરસંહાર બતાવાયો છે માત્ર 15 કરોડમાં બનેલી આ ફિલ્મ આ આટલી કમાણી કરશે કોઈએ કલ્પના પણ કરી ન હતી ફિલ્મને રિલીઝ થયે 22 દિવસ ઉપર થઈગયા છતાં ફિલ્મ પ્રત્યે હજુ લોકોની દીવાનગી જોવા મળી રહી છે ફિલ્મે અત્યાર સુધી.
લગભગ 250 કરોડથી વધુની કમાણી કરી લીધી છે ફિલ્મને દેશમાંથી સારો સહકાર મળી રહ્યો છે પરંતુ અહી બોલીવુડમાં કેટલાક એક્ટર એવા છે જેમણે ફિલ્મનો વિરોધ કર્યો છે જયારે કેટલાકે ફિલ્મને પુરે પૂરું સમર્થન આપ્યું હવે આ સમર્થનના લિસ્ટમાં ખલનાયક સંજય દત્તનું પણ નામ સામે થઈ ગયું છે.
સંજય દત્ત અત્યારે કેજીએફ 2ના પ્રમોશનમાં વ્યસ્ત છે એવામાં ફિલ્મના પ્રમોશન દરમિયાન ધ કાશ્મીર ફાઇલ્સ વિશે મોટું બયાન આપ્યું છે જયારે મીડિયાએ એમને કાશ્મીર ફાઇલ્સ ફિલ્મ વિશે એક સવાલ કર્યો ત્યારે એમણે આ સવાલનો જવાબ આપતા કહ્યું હજુ ફિલ્મ મેં નથી જોઈ પરંતુ મને લાગે છેકે તે ફિલ્મ બહુ સારી છે.
હું ફિલ્મને જરૂર જોઇશ અને પછી તેનો રિપોર્ટ આપીશ સાથે એમણે જણાવ્યું કે તેઓ વિવેક અગ્નિહોત્રીને બહુ નજીકથી જાણે છે અત્યારે તો સંજય દત્તે ધ કાશ્મીર ફાઇલ્સ ફિલ્મને જોઈ નથી પરંતુ આ ફિલ્મ વિશે ઘણું સાંભળ્યું છે એવામાં તેઓ આ ફિલ્મને જરૂર જોશે સંજય દત્તની કેજીએફ 2ની વાત કરીએતો એ ફિલ્મ 14 એપ્રિલના રોજ રિલીઝ થવા જઈ રહી છે.