કહેવાય છે ને ફિલ્મ ઇન્ડસ્ટ્રી માં જે દેખાય તે હંમેશા સાચું નથી હોતું.અભિનેતા કે અભિનેત્રીઓનું અસલ જીવન ફિલ્મી પડદે જેટલું સરળ અને ખુશહાલી ભરેલું જોવા મળે છે હકીકતમાં તેમનું જીવન એવું નથી હોતું.
હાલમાં આ જ વાતની સાબિતી આપતો એક કિસ્સો બોલિવુડમાં સામે આવ્યો છે.જેમાં એક તરફ અભિનેતાની ફિલ્મ કરોડો રૂપિયાની કમાણી કરી રહી હોવા છતાં તે અભિનેતાના ઘરની હરાજી થઈ રહી હોવાનું સામે આવી રહ્યું છે.
આ અભિનેતા બીજું કોઈ નહિ પરંતુ સની દેઓલ છે.અભિનેતા સની દેઓલની હાલમાં રિલીઝ થયેલી ફિલ્મ ગદર -૨ લોકોને કેટલી ગમી રહી છે એ તો તમે જાણતા જ હશો.હાલ સુધીમાં આ ફિલ્મે બોક્સ ઓફિસના તમામ રેકોર્ડ તોડી નાખ્યાં છે.
પરંતુ વાત કરીએ સની દેઓલના અંગત જીવન વિશે તો અભિનેતા અંગત જીવનમાં ભારે મુશ્કેલીનો સામનો કરતા જોવા મળી રહ્યા છે.જાણકારી અનુસાર સની દેઓલના જુહુ સ્થિત બંગલાની હરાજી થવા જઈ રહી છે.
મીડિયા રિપોર્ટ અનુસાર બેંક ઓફ બરોડા દ્વારા એક નોટિસ જાહેર કરવામાં આવી.જેમાં જણાવ્યા અનુસાર સની દેઓલે જુહુ સ્થિત સની વિલા નામના પોતાના બંગલા પર ૫૬ કરોડની લોન લીધી હતી આ લોનની સમયસર ભરપાઈ ન કરતા હાલમાં બેંક દ્વારા તેના બંગલાની હરાજી કરવામાં આવશે બેંકે ૨૫ સપ્ટેમ્બરના દિવસે આ બંગલાની હરાજી કરવાનો નિર્ણય કર્યો હતો.જો કે આ નોટીસના ૨૪ કલાક બાદ બેંકે નિર્ણય બદલ્યો હોવાની ખબર પણ સામે આવી છે.